ગુજરાત

gujarat

Ahmedabad News: ભાજપના કોર્પોરેટરે માંગેલી લાંચનો વીડિયો રજૂ કરીને આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

By

Published : Jun 27, 2023, 5:04 PM IST

આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ સુરતના કોર્પોરેટરે માંગેલી લાંચનો વીડિયો રજૂ કરીને ભાજપ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં 1 મહિના પહેલા ફરિયાદ દાખલ કરવામાં આવી હોવા છતાં આગળ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

aam-aadmi-party-accused-the-bjp-of-corruption-by-presenting-a-video-of-a-bribe-demanded-by-a-bjp-corporator
aam-aadmi-party-accused-the-bjp-of-corruption-by-presenting-a-video-of-a-bribe-demanded-by-a-bjp-corporator

ભાજપના કોર્પોરેટરે માંગેલી લાંચનો વીડિયો

અમદાવાદ:સુરત મહાનગર પાલિકાના મહિલા કાઉન્સીલરે અન્ય વિસ્તારમાં કામ કરવા માટે તેમના વોર્ડના 4 કોર્પોરેટર માટે 1.50 લાખની લાંચ માગવામાં આવી હોય તેવો વીડિયો વાયરલ પર SMCના વિપક્ષ નેતા ધર્મેશ ભંડારી અમદાવાદ આવી વાયરલ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકા ભાજપના કોર્પોરેટર વૈશાલી બેન પાટીલે તેમના વોર્ડમાં આવેલ અન્ય 3 કાઉન્સિલર માટે વિકાસના કામ માટે લાંચ માગી હોય તેવો આમ આદમી પાર્ટી વીડિયો વાયરલ કર્યો છે.

આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

વિકાસ માટે લાંચ:SMC વિપક્ષ નેતા ધર્મેશ ભંડારી જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા જે વિસ્તારમાં વિકાસના કામની વાત કરવામાં આવે તો લાંચ માગવામાં આવી રહી છે. જે વાતની જાણ આમ આદમી પાર્ટી થઈ તો આમ આદમી પાર્ટીએ સ્ટ્રીગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 29 કાઉન્સિલર વૈશાલીબેન પાટીલ તેમની સાથે તેમના વોર્ડના અન્ય સુધા પાંડે, કનુભાઈ પટેલ,બસુ ભાઈ યાદવ માટે કુલ 1.50 લાખની લાંચ માગી હતી. જે વીડિયો પણ સામે આવ્યો છે. જેના પુરાવા સાથે 1 મહિના પહેલા ACB માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

LCB માં ફરિયાદ:વધુમાં જણાવ્યું હતું કે સુરત કનેક વિસ્તારના લોકો હેરાન છે. વિકાસના કામો માટે લાંચ માગવામાં આવી રહી છે. જેના અંગે વીડિયો તેમજ પૂરતા પુરાવા સાથે 5 એપ્રિલ 2023ના રોજ ACB માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.આમ આદમી પાર્ટી સુરતને ભ્રષ્ટચાર મુક્ત બનવા માંગીએ છીએ પણ ભાજપના કોર્પોટર જ લાંચ માંગી રહ્યા છે.

'ભારતીય જનતા પાર્ટી સારા કમલમ બનાવી રહી છે પરંતુ રાજ્યમાં સારી શાળાઓ બનાવી શકતી નથી. સાથે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને પણ 50 લાખ રૂપિયાની લાંચ આપીને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી રહી છે. માંગ છે કે ન્યાયાધીશની નીચે SIT ની રચના કરવામાં આવે તેની તટસ્થ તપાસ કરવામાં આવે.' -બાઈટ_ધર્મેશ ભંડારી, SMC વિપક્ષ નેતા

'આપ'ના કાઉન્સલરને ખરીદવાના પ્રયાસ:આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર એ દેશ માટે સૌથી ઘાતક છે. ગુજરાતમાં 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. ભાજપના કોર્પોરેટર હવે લાંચ માંગી રહ્યા છે. ACB કાર્યવાહી કરવા જાય તે પહેલા જ તે કોર્પોરેટરને જાણ થઈ જાય છે. જ્યાંથી ક્યાંકને ક્યાંક સિસ્ટમમાં જ ખામી હોય તેવું લાગી રહ્યું છે. સુરતના મોટા ભાજપના નેતાઓ પણ આમાં સામેલ હોય તેવો સીધો આક્ષેપ કર્યો હતો.

  1. Ahmedabad News : ગુજરાતના આદિવાસીઓમાં શિક્ષણ મુદ્દે સરકાર પર પ્રહાર કરતી આમ આદમી પાર્ટી
  2. Pension Scheme In Gujarat: લોકસભા ચૂંટણી પહેલા 29 રાજ્યમાં ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ શરૂ થશે, ગુજરાતથી કરાયું આયોજન

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details