ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ડેકોરેશન કામ કરતા યુવકે મિત્ર પર કોન્ટ્રાક્ટ બાબતે અસ્ત્રો વડે કર્યો હુમલો

અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસે બિલ્ડર્સના ઘરે દિવાળીનું ડેકોરેશન કરવાની કિમંત મિત્ર અડધી નક્કી કરી આવ્યો હતો.જેની જાણ તેમના જેથી યુવકે મિત્રને ઠપકો આપતાં તેણે અસ્ત્રા વડે હુમલો કરી માર માર્યો હતો. રાજુએ તેમના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં ડેકોરેશન કામ કરતા યુવકે મિત્રને કોન્ટ્રાક્ટ બાબતે અસ્ત્રો મારી દીધો
અમદાવાદમાં ડેકોરેશન કામ કરતા યુવકે મિત્રને કોન્ટ્રાક્ટ બાબતે અસ્ત્રો મારી દીધો

By

Published : Oct 21, 2021, 8:31 AM IST

  • દિવાળી પહેલા શાહપુરમાં મારામારીનો ગુનો નોંધાયો
  • બિલ્ડરને દિવાળીમાં ડેકોરેશનમાં ઓછી કિંમત કરી આપતા બબાલ
  • શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદઃ શાહપુરના આંબેડકર ફળિયામાં રહેતા મોહસીન પઠાણે તેના મિત્ર રાજુ પઠાણ અને સમીર મારુ વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મોહસીન લાઈટ અને ડેકોરેશનનું કામકાજ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. મોહસીનનો મિત્ર રાજુ પઠાણ રોયલ ડેકોરેશન નામની દુકાન ધરાવે છે. મોહસીન છેલ્લાં પાંચ વર્ષથી વિજય ચાર રસ્તા પર આવેલ યસ્વી બિલ્ડર્સના ત્યાં દિવાળીનું ડેકોરેશન કરે છે.

ઓછી કિમંતે ડેકોરેશન કરી આપવા બાબતે હુમલો

દિવાળીના તહેવારમાં લોકો પોતાના ઘરનું ડેકોરેશ કરવતા હોય છે.ત્યારે રાજુ તેમના મિત્ર પઠાણ મોહસીન કરતાં પહેલાં યસ્વી બિલ્ડરને ત્યાં તેના કરતાં અડધી કિમંતમાં ડેકોરેશન કરી આપવાનું નક્કી કરી આવ્યો હતો. જેની જાણ થતા મોહસીને તેમના મિત્ર રાજુ પઠાણને ફોન કરીને મળવા માટે બોલાવ્યો હતો. રાજુ પઠાણ તેના મિત્ર સમીરને લઈ મોહસીનને મળવા માટે આવ્યો હતો. મોહસીન અને રાજુ બંને વચ્ચે ડેકોરેશન ઓછી કિમંતે કરી આપવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધતા રાજુએ તેમના મિત્ર મોહસીનને ગડદાપાટુંનો માર મારી અસ્ત્રા વડે હુમલો કર્યો હતો.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ

રાજુએ હુમલો કરતા મોહસીને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આસપાસના લોકો આવી જતા રાજુ ત્યાથી ભાગી ગયો હતો અને હવે પછી મારા કામમાં વચ્ચે પડીશ તો તારા હાથ - પગ ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી. મોહસીન ઘાયલ થયો હોવાથી તે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં મોહસીને તેના મિત્ર વિરુદ્ધ હુમલો હુમલો કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોહસાનની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃપશ્ચિમ રેલવે દિવાળીને લઈને 05 વધારાની વિશેષ ટ્રેનો દોડાવશે, જાણો કયા રૂટનો કરાયો સમાવેશ...

આ પણ વાંચોઃPM Modi Advice: CVC અને CBI અધિકારીઓ ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા પોતાને પુન:સમર્પિત કરે

ABOUT THE AUTHOR

...view details