- બાગાયત વિભાગના સૂચન મુજબ ધરાશાયી વૃક્ષોને પુન:જિવીત કરી શકાય
- મોટી સંખ્યામાં રાજ્યમાં વૃક્ષો પડવાથી પર્યાવરણને નુકશાન થયું
- તૌકતે ચક્રવાતના ઝંઝાવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા
અમદાવાદ :તૌકતે વાવાઝોડાના ઝંઝાવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણાં ખેડૂતોના વર્ષોના જતનથી ઉછાળેલા આંબા સહિતના વૃક્ષો પણ પડી ગયા છે અને મોટી સંખ્યામાં રાજયમાં વૃક્ષો પડવાથી પર્યાવરણને પણ નુકશાન થયું છે. આવા સંજોગોમાં બાગાયત વિભાગના સૂચન મુજબ ધરાશાયી થયેલા વૃક્ષોને ફરીથી વાવી શકાય છે. વૃક્ષોને ફરી સજીવન કરતી આ પદ્ધતિ વિશે બાગાયત વિભાગ ખૂબ સરસ માહિતી આપે છે.
તુટ્યા હોવા છતાંય થડ સાથેનાં ઘણાં મૂળ સાબૂત હોય
વૃક્ષોને ફરી સજીવન કરવા ધરાશાયી થયેલા વૃક્ષની સહુ પ્રથમ તો તેની મોટી-મોટી બધી જ ડાળીઓ કાપી નાખવી. થડ બાજુનાં ભાગે આશરે ત્રણેક ફૂટનો ભાગ રાખી દેવો. ડાળીઓ કાપવા માટે કરવતનો જ ઉપયોગ કરવો, કુહાડાનો જરાય પણ નહિ. થડ બાજુનાં કપાઇને ખૂલ્લા થયેલા ભાગ ઉપર ચીકણી માટીનો ગારો બનાવીને મલમની જેમ જાડો લેપ લગાડી દેવો. થડ બાજુનો જમીનનો ભાગ તપાસવો. તુટ્યા હોવા છતાંય થડ સાથેનાં ઘણાં મૂળ હજી સાબૂત છે.
આ પણ વાંચો : કોરોના મહામારીમાં ગૃહિણીઓ ઘરઆંગણે જ ઉગાડી રહી છે શાકભાજી, જુઓ વિશેષ અહેવાલ
વિરુધ્ધ દિશામાં દોરડાઓ વડે ખેંચીને ઊભું કરવાનું
બધા જ મૂળની લંબાઈનો અંદાજ કાઢો. વૃક્ષની મૂળ જગ્યાએ એટલો ઉંડો અને પહોળો ખાડો ખોદો કે જે પેલા અંદાજ પ્રમાણે હોય. હવે એ વૃક્ષનાં ઠુંઠાની ઉપરના ભાગે ચારે બાજુએ મજબૂત દોરડાંઓ /નાળાઓ /રસ્સાઓ બાંધો. નાળાના દરેક છેડે જરૂરિયાત મુજબની સંખ્યામાં માણસોને ઊભા રાખીને છેડાને તેના હાથમાં પકડાવો. વૃક્ષ જે બાજુએ સૂતું છે, તેનાથી વિરુધ્ધ દિશામાં તેને દોરડાઓ વડે ખેંચીને ઊભું કરવાનું છે. બરાબર તે જ રીતે જે રીતે વીજકંપનીવાળા ઈલેક્ટ્રીકના થાંભલાઓ ઊભા કરે છે.
વૃક્ષ પોતાના ખાડા ઊપર બરાબર સીધું ગોઠવાય જરૂરી