વિરમગામઃ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વિરમગામમાં પણ મિલ રોડ પાસે આવેલા દલિત મુક્તિ ધામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.
સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિરમગામમાં દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - Viramgam
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિરમગામમાં મિલ રોડ પાસે આવેલા દલિત મુક્તિ ધામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિરમગામમાં મિલ રોડ પાસે આવેલા દલિત મુક્તિ ધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા,સુરેશભાઈ પટેલ,હિતેશભાઈ મુનસરા,નાનુભાઈ ઠાકોર,મહેશભાઈ પરમાર,મોતીસિંગ ઠાકોર,મનુભાઈ પરમાર,મહેન્દ્રભાઈ જાદવ અને દલિત સમાજના આગેવાનો,ભાજપના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતું.
આ સાથે જ તેમણે વધુ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો નો લોકોને સંદેશ આપ્યો હતો. સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો, દલિત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહ્યાં હતાં.