અમદાવાદની કિંજલ શાહને ત્રણ મહિનાથી જ થેલેસેમિયા મેજર હતો. શરૂઆતમાં મહિનામાં એકવાર બ્લડ ચઢાવવું પડતું હતું. જ્યારે હવે દર 15 દિવસે બ્લડ ચઢાવવું પડે છે. ડોક્ટર્સ પણ તેના આયુષ્યની ખાતરી આપવા માટે તૈયાર નહોતા. આવા સમયે કિંજલને પણ પોતાના લગ્ન થવાની શક્યતાઓ નહિવત્ જણાતી હતી.
ત્યારે કિંજલને અમદાવાદના નવીન લાઠીએ સાથ આપ્યો હતો અને લગ્નેતર જીવન શરૂ કર્યું હતું. હાલ આ દામપત્ય જીવનમાં વધુ એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. ડૉ. અનિલ ખત્રીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ કેસ પ્રથમ છે. જ્યારે ભારતમાં અત્યાર સુધી ફક્ત પાંચથી છ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 500થી વધુ વથત કિંજલને લોહી ચઢાવવામાં આવ્યું હતું.
ગર્ભવ્યવસ્થા દરમિયાન કિંજલે પોતાની અને ગર્ભમાં રહેલા બાળકની સંપૂર્ણ તકેદારી રાખી હતી. નવ મહિના સુધી કિંજલે તમામ પરિસ્થિતિનો સમાનો કરીને થોડાક દિવસો પહેલા એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. આવા કિસ્મામાં બાળકનો જન્મ થયો હોય તેવો ગુજરાતનો પ્રથમ કિસ્સો છે.
ડૉક્ટર વધુમાં જણાવે છે કે, અમારી માટે આ પડકારજનક કેસ હતો. જે માટે કિંજલ અને તેના પરિવાર પર જેટલું પ્રેશર હતું, તેનાથી વધારે અમારા પર હતું. અમારે કિંજલના શરીરની દરેક વસ્તુ, જેમ કે હાર્ટ, લિવર અને શરીરના હાર્મોન્સનું પ્રોપર ધ્યાન આપવું પડતું હતું. આ સાથે કિંજલની જે દવાઓ રેગ્યુલ પ્રેગનેન્સીની ચાલતી હતી, તેને અમે પ્રેગનેન્સી દરમિયાન અટકાવી હતી. આ દવાઓ બંધ કરીને ડેસપરલ ઈન્જેક્શન જેને દરરોજ પંપ વડે શરીરમાં 10થી 12 કલાક આપવામાં આવતું હતું.