અમદાવાદ: દુનિયાભરમાં વકરી રહેલા કોરોના વાયરસના પ્રકોપથી હવે ગુજરાત પણ બાકાત રહ્યું નથી. અમદાવાદમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કોરોના વાયરસનો પગપેસારો, જાપાનથી પરત ફરેલા દંપતિના સેમ્પલની થઈ રહી છે તપાસ - અમદાાવદમાં કોરોના વાયરસનો પગપેસારો
કોરોના વાયરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા અમદાવાદનું તંત્ર સજ્જ બન્યું છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અમદાવાદના સેટેલાઈટમાં રહેતા વૃદ્ધાને કોરોના વાયરસ હોવાની આશંકાને પગલે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસના વકરતા સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અમદાવાદના સેટેલાઈટમાં રહેતા વૃદ્ધાને કોરોના વાયરસ હોવાની આશંકાને પગલે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના લોહીના નમૂના લઇ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આગામી એક-બે દિવસમાં આવી જશે.
નોંધનીય છે કે, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં વૃદ્ધા થોડા સમય પહેલાં જ જાપાનના પ્રવાસથી પરત ફર્યા હતા. અમદાવાદ આવ્યા બાદ તેઓએ કોરોના વાયરસનાં લક્ષણો હોવાની આશંકાને પગલે તાત્કાલિક SVP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ વૃદ્ધાના સેમ્પલને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે ડોક્ટર સહિત તમામની નજર રિપોર્ટ ઉપર છે.