ગુજરાત

gujarat

By

Published : Mar 17, 2020, 1:16 PM IST

Updated : Mar 17, 2020, 1:35 PM IST

ETV Bharat / state

અસારવા સિવિલ હોસ્પિટલમાં પાંચ કોરોનાના શંકાસ્પદ કેસ દાખલ, રિપોર્ટ સાંજ સુધીમાં આવશે

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સતર્ક વહીવટીતંત્ર જરા પણ શંકા દેખાય તેવા દર્દીઓને સારવાર માટે દાખલ કરી રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ કેસ જણાતાં રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં પાંચ કોરોના શંકાસ્પદ કેસ દાખલ રિપોર્ટ સાંજ સુધી આવશે
અસારવા સિવિલ હોસ્પિટલમાં પાંચ કોરોના શંકાસ્પદ કેસ દાખલ રિપોર્ટ સાંજ સુધી આવશે

અમદાવાદ : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સતર્ક વહીવટીતંત્ર જરા પણ શંકા જણાય તેવા દર્દીઓને સારવાર માટે દાખલ કરી રહી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં અમદાવાદના બે, લૂણાવાડાના એક, બારડોલપુરાના એક અને વલસાડની એક મહિલાને દાખલ કરવામાં આવી છે. લુણાવાડાના વૃદ્ધ થોડા સમય પહેલા મક્કા-મદીના ગયા હતાં અને પરત આવ્યાં બાદ તેમને વિવિધ તકલીફો થતા દાખલ કરવામાં આવ્યાં છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં પાંચ કોરોના શંકાસ્પદ કેસ દાખલ

અમદાવાદના બે ભાઇ દિલ્હી ગયાં હતાં અને ત્યાં USAના વ્યક્તિઓના સંપર્કમાં આવ્યાનું જાણવા મળતાં તેમને પણ આઇસોલેશન વોર્ડમાં રખાયા છે. જ્યારે વલસાડની એક મહિલા થોડા સમય પહેલાં પેરિસ જઇ આવી હતી અને તે તેમના બારડોલપુરા રહેતાં સગાને મળી હતી. જેથી મહિલા અને તેણીના સગા બીમાર થતા તેમને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

આ તમામ પાંચ વ્યક્તિના સેમ્પલ લઇ લેવામાં આવ્યાં છે અને મંગળવારે સાંજ સુધીમાં તેમનો રિપોર્ટ આવશે.

Last Updated : Mar 17, 2020, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details