ગુજરાત

gujarat

ETV Bharat / state

SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો - Even at night the corona figure crosses 5000

અમદાવાદમાં કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંને સ્વસ્થ છે. કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ તેની સારવાર કરવામાં આવશે.

SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો
SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો

By

Published : May 3, 2020, 11:08 PM IST

અમદાવાદઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો આંકડો 5000ને પાર કરી ગયો છે. આવા સમયે SVP હોસ્પિટલમાંથી એક સારા સમાચાર આવ્યાં છે.

SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો
32 વર્ષની મોટી ઉંમરે પ્રથમવાર સગર્ભા થયેલી એક મહિલાને ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી અને તેઓનો તાત્કાલિક સી સેક્શન ઓપરેશન હાથ ધરવાનો પ્લાન કરવામાં આવેલો હતો, પરંતુ સ્ત્રી પ્રિ-ઓપરેટીવ ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તુરંત જ ખાનગી હોસ્પિટલ દ્વારા SVP હોસ્પિટલનો સંપર્ક કરાતા દર્દીને 7: 00 વાગ્યાના સુમારે SVP હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

જેના માટે અગાઉથી જ લિફ્ટ માર્ગ અને ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવ્યાં હતાં. નિષ્ણાંત અને અનુભવી ગાયનેક ડૉક્ટરની ટીમ તથા નજીક પણ ઓપરેશન થિયેટર ખાતે અગાઉથી જ હાજર હતાં. દર્દીને તાત્કાલિક એક્શન ઓપરેશન હાથ ધરી સાંજે 8 વાગ્યે બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. માતા અને બાળક બંનેની તબિયત હાલમાં સંપૂર્ણ મસ્ત છે અને પછીની સારવાર અને ટેસ્ટ કોવિડ 19ની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details