ગુજરાત

gujarat

ETV Bharat / state

પરિણીતાને સસરા એસિડ પીવડાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ - police complaint

અમદાવાદ શહેરમાં પરિણીતાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતા ગર્ભવતી હતી, ત્યારે તેના સાસરિયાઓ ત્રાસ આપતા હતા. એટલું જ નહીં તે કામ ન કરે તો તેના સસરા એસિડ પીવડાવીને મારી નાંખવાની ધમકી આપતા હતા. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

police complaint
police complaint

By

Published : Sep 15, 2020, 4:28 AM IST

અમદાવાદ: શહેરના નવા નરોડા ખાતે રહેતી 24 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019માં થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓએ થોડા સમય સુધી સારી રીતે પરિણીતાને રાખી હતી, પરંતુ બાદમાં નાની નાની વાતે ટોકવાનું ચાલુ કરી કરિયાવરમાં કેમ લાવી નથી તેમ કહી ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.

લગ્નના બીજા મહિનામા પરિણીતા ગર્ભવતી થઈ હતી અને તેની તબિયત સારી રહેતી ન હતી. તેમ છતાં પરિણીતાની સાસુ ઘરના કામ કરાવતી હતી અને તેના સસરા કામ નહીં કરે તો એસિડ પીવડાવીને મારી નાખશે, તેવી ધમકી આપતા હતા. જેથી પરિણીતાએ તેના માતા-પિતાને આ બાબતે જાણ કરી હતી.

જે બાદ પરિણીતાએ દીકરીને પણ જન્મ આપ્યો હતો. જ્યારે દીકરી રડતી હોય ત્યારે તેને રમાડવા પરિણીતા લેતી હતી, ત્યારે સાસુ તેને બિભત્સ ગાળો બોલી અને બાપને બોલાવી લે અહિયાંથી તને લઈ જાય તેમ કહી તેને માનસિક ત્રાસ આપતા હતા.

પતિ દ્વારા પણ તેને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાથી માનસિક ત્રાસને કારણે આ પરિણીતા બેભાન થઇ જતાં તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. પરિણીતાને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેને પોલીસ ફરિયાદ નોધાવતા કૃષ્ણનગર પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details