- ફરિયાદ કર્યા મામલે ધમકી મળતા આધેડે આપઘાતનો પ્રયાસ કર્યો
- જાહેરમાં આગ ચાંપી કર્યો આપઘાતનો પ્રયાસ
- ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- આગ લાગતાં કપડાં અને ચામડી બળી ગઈ
અમદાવાદઃ કુબેરનગરમા જાહેરમાં જ સંતોષ ચારણ નામના વ્યક્તિએ પોતાના શરીરને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગતાં જ વ્યક્તિના શરીર પરના કપડાં બળી ગયા હતા તથા શરીરની ચામડી પણ બળી ગઈ હતી. બનાવની જાણ થતાં સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ફરિયાદ મામલે ધમકી મળતા ભર્યું હતું પગલું
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અગાઉ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી તે બિલ્ડીંગના માલિકની બેદરકારી સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. જેમાં ફરિયાદી ઇજાગ્રસ્ત સંતોષ ચારણ હતા. જેની જાણ મકાન માલિકને થતાં તેણે ઈજાગ્રસ્તને ધમકી આપી હતી અને ધમકીથી કંટાળીને ઈજાગ્રસ્તે આ પગલું ભર્યું છે.
આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પોલીસે તપાસ શરૂ કરી
ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સરદારનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.