ગુજરાત

gujarat

HIV પોઝિટિવ દર્દીએ કોરોનાને હરાવ્યો, હૉસ્પિટલમાંથી અપાઇ રજા

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી આજે વિરમગામના HIV દર્દીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

By

Published : May 4, 2020, 7:15 PM IST

Published : May 4, 2020, 7:15 PM IST

ETV Bharat / state

HIV પોઝિટિવ દર્દીએ કોરોનાને હરાવ્યો, હૉસ્પિટલમાંથી અપાઇ રજા

corona
corona

વિરમગામ: કોરોનાની સારવાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલોમાંથી કોરોનાના દર્દીઓને રજા અપાઈ રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા HIV પોઝિટિવ દર્દીને સારવાર બાદ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા આજે તેમને રજા અપાઈ છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના એક દર્દી 15મી એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોરોના પોઝિટિવને પગલે દાખલ થયેલા આ દર્દી અગાઉથી જ HIV પોઝિટિવ પણ હતા. તેમની સારવારમાં સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત સાવચેતી રાખી હતી. એટલું જ નહીં તબીબો સાથે નર્સિંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફે પણ અન્ય દર્દીઓની જેમ જ તેમની સાથે સંવેદના પૂર્ણ વ્યવહાર રાખીને તેમનો જુસ્સો જાળવી રાખ્યો હતો.

27 વર્ષના દર્દી છેલ્લા અઢી વર્ષથી HIV ના રોગથી પીડાતા હતા. હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે પણ તેમના શરીરમાં અનેક ઉણપો હતી. સામાન્ય રીતે કોમ્બિર્ડ કન્ડિશન ધરાવતા દર્દીઓને કોરોના રોગની વધુ ભયાનક અસરો થતી હોય છે ત્યારે આવી ક્રિટિકલ કન્ડિશન ધરાવતા દર્દીને પણ સિવિલ હોસ્પિટલના તંત્રએ સારવાર આપી કોરોના નેગેટિવ બનાવ્યો છે.
આ દર્દીને આજે સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતા તેમના પરીવારજનોમાં આનંદની લાગણી વ્યાપી છે અને તેઓએ હોસ્પિટલ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details