અમદાવાદ:અમદાવાદ શહેરની ઉત્તરાયણ હંમેશાથી ખાસ રહી છે, એમાં પણ કોટ વિસ્તારની ઉત્તરાયણની તો વાત જ ન થાય. ત્યારે રાયપુર અને ખાડિયા વિસ્તારમાં ઉત્તરાયણનો ઉમંગ આ વખતે કંઈક અલગ જ જોવા મળ્યો હતો.
વિદેશી પતંગબાજોની દેશી પતંગબાજી: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવેલા તમામ ડેલિગેટ્સે 14મી જાન્યુઆરીની ઉતરાયણની ખરી મજા અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલા ધાબા ઉપર મજા માણી હતી. મહત્વપૂર્ણ છે કે, ઈરાન, ઈરાક, ઓસ્ટ્રીયા જેવા દેશોમાંથી વિદેશી પતંગબાજોએ અમદાવાદના પોળોની પતંગ ઉડાવવાની અસલી મજા માણી હતી એટલું જ નહીં આ વિદેશી મહેમાનો લપેટ-લપેટની બૂમો પાડતા પણ નજરે ચડ્યા હતા. વિદેશી પતંગબાજોએ આઈ લવ અમદાવાદ કહીને ઉતરાયણની મજા માણી હતી.
અમદાવાદનું આકાશ પતંગથી ઉભરાયુ: ઉત્તરાયણના તહેવારની મજા અલગ જ હોય છે. તેમાં પણ અમદાવાદના પોળની અગાશી પરથી અમદાવાદનું આકાશ અલગ-અલગ રંગોથી ઊભરી આવે છે. અમદાવાદની પોળની ઉતરાયણ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. પતંગ રસિયાઓ તો બે દિવસના પર્વ એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વે અગાશી ભાડે રાખે છે. આ વર્ષે પણ અમદાવાદની પોળની અગાશીઓ પર પતંગરસિકોની બહોળી સંખ્યા જોવા મળી હતી.
ધાબા થયાં હાઉસફુલ: મહત્વપૂર્ણ છે કે, પતંગરસિયાઓ માટે પોળનાં ધાબા હોટ ફેવરિટ બન્યાં છે. કેટલાક પતંગ રસિયાઓએ તો ઉત્તરાયણમાં પોળમાં ધાબુ ભાડે જોઇએ તો તેવી જાહેરાત આપીને મનગમતા ધાબાઓની પસંદગી કરી હતી. બે દિવસનું ભાડું રૂ.15 થી 20 હજાર હોવાનું પણ જણાયું હતું.
- uttarayan 2024 : વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લાખોનો ખર્ચો કરીને આવે છે વતન
- Uttarayan 2024: કરોડો રૂપિયા આપે તેમ છતાં ઉત્તરાયણના પર્વ પર કોઈ પ્રોજેક્ટ કરવા માંગતો નથી: ધર્મેશ વ્યાસ