ગુજરાત

gujarat

ETV Bharat / state

Alcohol seized in Ahmedabad: નકલી વિદેશી દારૂના ગૃહ ઉધોગ બાદ દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું - વિદેશી દારૂ

અમદાવાદના અસલાલીમાં દારૂ ભરેલું ગોડાઉન (Alcohol seized from Asalali)ઝડપાયું છે. આરોપી મનોહર પવાર અને સુરેશ પુનિયા દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે ગોડાઉન ચેકીંગ ડ્રાઈવમાં તેઓને ઝડપી લીધા છે. પોલીસે રેડ કરતા રૂપિયા 30 લાખના વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Alcohol seized in Ahmedabad: નકલી વિદેશી દારૂના ગૃહ ઉધોગ બાદ દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
Alcohol seized in Ahmedabad: નકલી વિદેશી દારૂના ગૃહ ઉધોગ બાદ દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

By

Published : Jun 25, 2022, 5:12 PM IST

અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગૃહ ઉધોગ બાદ અમદાવાદના ગ્રામ્યમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન(Alcohol seized from Asalali)ઝડપાયું છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા(godown full of alcohol was seized)આરોપી મનોહર પવાર અને સુરેશ પુનિયા દારૂની હેરાફેરી કરી રહ્યા હતા ત્યારે પોલીસે ગોડાઉન ચેકીંગ ડ્રાઈવમાં તેઓને ઝડપી લીધા છે. ગોડાઉનમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની માહિતીને લઈને પોલીસ દ્વારા ગોડાઉન ચેકીંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે મણીબા એસ્ટેટમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે રેડ કરતા રૂપિયા 30 લાખના વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગોડાઉન

આ પણ વાંચોઃસુરત ઇન્ટુક પ્રમુખના પાર્કિંગમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ પકડાયો, પ્રમુખનાં પુત્ર સહિત 2 વૉન્ટેડ

દારૂ ગોવાથી આવ્યો -આરોપીની પૂછપરછ કરતા આ દારૂ ઇસનપુરના (Foreign liquor seized )બુટલેગર પ્રદીપ ઉર્ફે રાજા રાજપૂતનો હોવાનું ખુલ્યું છે. આ દારૂ ગોવાથી સુરેશ ઉર્ફે રોહિત પાસેથી મગાવ્યો હતો. અને (Alcohol seized in Ahmedabad)મણીબા એસ્ટેટમાં રૂપિયા 13000ના ભાડે આ ગોડાઉન રાખવા આવ્યું હતું. અઠવાડિયા પહેલા જ ગોડાઉનના માલીક કેતન ત્રિવેદી પાસેથી બ્રોકર વિષ્ણુ રબારીએ ભાડે અપાયું હતું.. જેથી દારૂની હેરાફેરીમાં આ બન્નેની શકાસ્પદ ભૂમિકા સામે આવતા પોલીસે આ બન્ને આરોપીની પણ ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃAlcohol seized from Ambaji: કારચાલક દારૂ ભરેલી કાર મૂકી ફરાર, ચૂંટણી પહેલા દારૂ પકડાતા ચકચાર

ગોડાઉનના માલિક પર કાર્યવાહી -ગુજરાતમાં દારૂ બંધીની ફક્ત વાતો છે. દારૂ ઘુસાડીને તેને છુપાવવા માટે ગોડાઉન સરળતાથી મળી રહે છે. જેથી હવે અસલાલી પોલીસે ગોડાઉનના માલિક પર કાર્યવાહી શરૂ કરી છે. અસલાલીમાં છ હજાર ગોડાઉન આવેલા છે. ભાડે આપનાર માલીક જો ભાડા કરાર નહિ કર્યો હોય અને ભાડા કરારમાં કયા ધંધાના ઉદેશ્યથી આપ્યું તે ઉલ્લેખ નહિ હોય તો ગોડાઉનના માલિકો વિરુદ્ધ જાહેરનામું ભંગ કરવાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details