ગુજરાત

gujarat

ETV Bharat / state

ફિલ્મી ટિકિટોના સર્વિસ ચાર્જ મુદ્દે થિયેટર માલિકો અને નિર્માતાઓ આમને-સામને - સર્વિસ ચાર્જ

અમદાવાદઃ ગુજરાતી અને હિન્દી ફિલ્મના પ્રસિદ્ઘ અભિનેતા પદ્મશ્રી મનોજ જોશી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી નિર્માતાઓ દ્વારા થિયેટર માલિકો દ્વારા સર્વિસ ચાર્જ વસૂલવામાં આવતા રૂપિયા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તેમજ સરકારને આ કાયદો નામંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

film tickets

By

Published : Aug 4, 2019, 10:40 AM IST

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓ ફિલ્મો બનાવે છે અને થિયેટરમાં રિલીઝ કરવામાં આવે છે. થિયેટર માલિકો દ્વારા રૂપિયાની ટિકિટ પર 25 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલવામાં આવે છે. સાથોસાથ GST અને અન્ય ચાર્જ પણ વસૂલવામાં આવે છે. તેમ છતાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિર્માતાઓ પાસે તેમની ફિલ્મમાંથી કોઈ નફો મળતો નથી. જેનું મુખ્ય કારણ થિયેટર માલિકોની મનમાની છે. થિયેટર માલિકો દ્વારા એક ફિલ્મની ટિકિટ પર 25 રૂપિયા જેટલો સર્વિસ ચાર્જ લગાવવામાં આવે છે. તેથી નિર્માતાઓને નુકસાન થાય છે જેને લઇને શનિવારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર મનોજ જોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ 25 રૂપિયાના ચાર્જને રદ્દ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

ફિલ્મી ટિકિટોના સર્વિસ ચાર્જ મુદ્દે થિયેટર માલિકો અને નિર્માતાઓ આમને-સામને

પદ્મશ્રી મનોજ જોશીએ જણાવ્યું હતું કે, સરકાર સબસીડી આપે છે. તેમ છતાં નિર્માતાને કોઈ ફાયદો થતો નથી. થિયેટર માલિકો 80 રૂપિયાની ટિકિટ 25 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલે છે. સાથે સાથે પાર્કિંગ પોપકોન અને અનેક ચાર્જ ફિલ્મ જોવા આવતા લોકો પાસેથી વસૂલ કરવામાં આવે છે. ત્યારે થિયેટર માલિકો દ્વારા જે રીતે 25 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવે છે તે તદ્દન ખોટા છે અને અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે, તાત્કાલિક તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી. ગુજરાતમાં થિયેટરો દ્વારા ફિલ્મના નિર્માતાઓ પર જે સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવે છે તે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. જો આ જ રીતે ચાલશે તો નિર્માતાઓ શું કમાશે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

ABOUT THE AUTHOR

...view details