ગુજરાત

gujarat

ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગુજરાત મહિલા પોલીસ માટે નિદાન શિબિર યોજાયું

8મી માર્ચ 2020ને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે ગુજરાત ગાયનેક સોસાયટી વતી સમગ્ર ગુજરાતમાં મહિલા પોલીસ તથા CRPF કર્મચારીઓ અને પોલીસ ભાઈઓને માતા બહેનો માટે સવારે 9થી 1ના સમયે દરમિયાન એક નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

womens day
womens day

By

Published : Mar 6, 2020, 4:46 AM IST

અમદાવાદઃ દર વર્ષની જેમ આગામી 8મી માર્ચ 2020ને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થવાની છે. ત્યારે ઓલ ઇન્ડિયા ગાયનેક સોસાયટી તથા ગુજરાત ગાયનેક સોસાયટી વતી સમગ્ર ગુજરાતમાં મહિલા પોલીસ તથા CRPF કર્મચારીઓ અને પોલીસ ભાઈઓને માતા બહેનો માટે સવારે 9થી 1ના સમયે દરમિયાન એક નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયનેક ડૉ.અલ્પેશ ગાંધી 259 સભ્ય સોસાયટી અને 39 હજાર કરતાં વધુ ગાયનેકોલોજીસ્ટ હાજર રહ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગુજરાત મહિલા પોલીસ માટે નિદાન શિબિર યોજાયું

આ નિદાન શિબિર બિલકુલ નિશુલ્ક પણે ગર્ભાશયના કેન્સરની અગાઉથી પારખી શકતા ટેસ્ટની સગવડ તથા સ્તનના કેન્સરના લક્ષણની વેળાસર જાણ થઈ જાય, તેવી તપાસ નિષ્ણાત લેડી ડૉક્ટર દ્વારા કરાવવાની સગવડ પૂરી પાડવા જઈ રહ્યા છીએ. સમાજ પ્રત્યેનું ઋણ તેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ હોમી દેતા પોલીસ જવાનોના પરિવાર માટે કંઈક ઉમદા પ્રવૃત્તિ કરવાના શુદ્ધ હૃદય ભાવ સાથે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. 20 વર્ષ પછી અમદાવાદના ગુજરાતી ગાયનેક ડૉ.અલ્પેશ ગાંધી 259 સભ્ય સોસાયટી અને 39 હજાર કરતાં વધુ ગાયનેકોલોજીસ્ટ ડોકટરની સભ્ય સંખ્યા ધરાવતી ઓલ ઇન્ડીયા ગાયનેક સોસાયટીના પ્રમુખ થયા છે.

નોંધનીય છે કે, આપણા દેશની નારીશક્તિના કલ્યાણ માટે અનેક આયોજનો સાથે તેમના આરોગ્યની પણ યોગ્ય કાળજી લેવી તે તબીબી અલમમાં સૌની પવિત્ર ફરજ ગણાય છે. પરંતુ દુઃખની બાબત એ છે, કે માત્ર સમયસર નિદાન અને સારવારના અભાવને લીધે આપણા દેશમાં પ્રતિવર્ષ 75 હજાર જેટલી મહિલાઓ ગર્ભાશયના કેન્સરના લીધે અને 70 હજાર જેટલી મહિલાઓ સ્તનના કેન્સરના લીધે અકાળે મૃત્યુ પામે છે.

ABOUT THE AUTHOR

...view details