ગુજરાત

gujarat

ETV Bharat / state

માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક જાહેર - કોંગ્રેસ નેતા

કોંગ્રેસના પીઢ અને વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું આજે નિધન થયુ છે. ચાલો જાણીએ તેમની થોડી અજાણી વાતો વિશે..

zxz
xzxzx

By

Published : Jan 9, 2021, 12:15 PM IST

Updated : Jan 10, 2021, 7:32 AM IST

  • ગુજરાત કોંગ્રેસના દિગગજ અને પૂર્વ મુખ્યપ્રધાનનુ નિધન
  • ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટી પડી ખોટ
  • કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકીનું થયું નિધન
માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક જાહેર

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું આજે નિધન થયું છે. તેમના વિશે જાણીએ તેમની થોડી અજાણી વાતો. એક સામાન્ય ઘરનો દીકરો કેવી રીતે સંઘર્ષ કરે છે અને ટોપ પર પહોંચે છે તે વાંચવું તમને ગમશે. માધવસિંહ સોલંકીએ 94 વર્ષની જેફ વયે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પિતા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો રાજ્યના વિકાસમાં સિંહફાળો રહેલો છે. ભરતસિંહ સોલંકી આવતી કાલે એટલે રવિવારે સવારે અમેરિકાથી પરત ફરશે જે બાદ બપોરના 4 કલાકે માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલ્હીના વરિષ્ઠ નેતા પણ આવતી કાલે ગાંધીનગર અંતિમ વિધિમાં હાજરી આપવા આવશે.

રવિવારે થશે અંતિમ સંસ્કાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભારતના પૂર્વ વિદેશપ્રધાન રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે 94 વર્ષની વયે અવસાન થયું છે. સોલંકી પોતાના જીવનકાળમાં 4 વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂક્યાં છે. માધવસિંહ સોલંકીના અવસાન પર ગુજરાતના CM વિજય રૂપાણીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો બીજી તરફ તમામ રાજકીય નેતાઓએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. CM રૂપાણીએ માધવસિંહ સોલંકીના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. આ સાથે જ સ્વ. માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર પણ સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

માધવસિંહ સોલંકીના નિધનના કારણે CMએ બોલાવી કેબિનેટ બેઠક

માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક જાહેર
માધવસિંહ સોલંકીના અવસાનના સમાચાર બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજના પોતાના મહિસાગર જિલ્લાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. આટલું જ નહીં, CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્યપ્રધાનોની બેઠક ગાંધીનગરમાં મળવાની છે. જેમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.માધવસિંહ સોલંકીનો કાર્યકાળમાધવસિંહ સોલંકી વ્યવસાયે વકીલ હતા. તેઓ પ્રથમ વખત 1977માં મુખ્યપ્રધાન બન્યા હતા. 1980માં વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 141 બેઠકો પર વિજય મેળવ્યો હતો, ત્યારે ભાજપને માત્ર 9 સીટો જ મળી હતી. આજ ગાળો જાતિ-આધારિક ગઠબંધનોના યુગની શરૂઆત હતી. એવું કહેવાય છે કે, અહીંથી જ જાતિ આધારિત રાજનીતિક પાર્ટીઓના એક સાથે આવવાની શરૂઆત થઈ હતી.રાજકીય નેતાઓએ ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિમાધવસિંહ સોલંકીના નિધન પર વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સહિત રાજકીય તમામ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
રાજકીય નેતાઓએ ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
બાળપણ કેવું રહ્યું?ગુજરાતના પાવાગઢની ટેકરીમાંથી એક નદી નીકળે છે. સો કિલોમીટરથી વધુ પ્રવાસ કર્યા પછી આ નદી ભરૂચ જિલ્લામાં પહોંચે છે. અહીંથી તે અરબી સમુદ્ર તરફ વધે છે. આ નદીની આમોદથી લગભગ એક માઇલ દક્ષિણમાં ભરૂચમાં એક શહેર છે. તે 1940 નો સમય હતો. એક છોકરો મેટ્રિક પાસ કર્યા પછી તેના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેના પિતા સામે તે જ સવાલ હતો જે તેમના પિતાને પણ હતો કે આગળ ભણતર માટે પૈસા ક્યાંથી આવશે? તેના પરિવારમાં માત્ર એક વિઘાની ખેતી હતી. તેમ છતાં તેમણે અભ્યાસ કર્યો અને આગળ વધ્યા.
Last Updated : Jan 10, 2021, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details