ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં જ્વેલર્સને દેવું થઈ જતાં ખોટી લૂંટનું કાવતરું ઘડ્યું - લૂંટ

અમદાવાદના સેટેલાઈટમાં થોડા દિવસો અગાઉ જ્વેલર્સના વેપારી સાથે 56 લાખની લૂંટ થઈ હતી.આ મામલે તપાસ કરતા ફરિયાદીની ભૂમિકા જ શંકાસ્પદ હતી. માટે પોલીસે તે દિશામાં પણ તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે, ફરિયાદી જવેલર્સએ જ દેવું થઈ જતા વીમો પાસ કરાવવા લૂંટનું નાટક રચ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા આરોપી જ્વેલર્સ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

સેટેલાઈટમાં 56 લાખની લૂંટના કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી
અમદાવાદ-દેવું થઈ જતાં વીમો પાસ કરાવવા ખોટી લૂંટનું કાવતરું ઘડ્યું

By

Published : Jan 31, 2020, 5:11 PM IST

અમદાવાદ : શહેરના સેટરલાઈટ વિસ્તારમાં આર.એસ.જ્વેલર્સ શોપમાં લૂંટ થઈ હોવાનું પોલીસને જાણ થઈ હતી. જેની જાણ થતાં સેટેલાઇટ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. અને મલિક ભૌમિક શાહની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.શરૂઆતમાં પોલીસને મલિક ભૌમિકની ભૂમિકા જ શંકાસ્પદ જણાઈ હતી. માટે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ-દેવું થઈ જતાં વીમો પાસ કરાવવા ખોટી લૂંટનું કાવતરું ઘડ્યું

પોલીસે તપાસ દરમિયાન લૂંટ થયેલ જ્વેલર્સ શોપના CCTV માંગતા સીસીટીવી રેકોર્ડ ના થતા હોવાનું ભૌમિકે જણાવ્યું હતું.જે બાદ પોલીસની શંકા વધુ મજબૂત થઈ હતી. અને પોલીસે માલિક ભૌમિકની ઉલટ તપાસ શરૂ કરી હતી. અને વેપારીના એફ.એસ.એલ.માં વિવિધ પ્રકારના ટેસ્ટ પણ કરાવ્યા હતા.

પોલીસે ભૌમિકનું SDS ટેસ્ટ એટલે કે સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ દ્વારા પૂછપરછ કરી હતી. અને પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા ભૌમિકે અંતે કબૂલાત કરી લીધી હતી. તેને દેવું થઈ જતા વીમો પાસ કરાવવા લૂંટ થઈ હોવાનું ખોટું નાટક કર્યું હતું.આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને પોલીસ સત્ય હકીકત સુધી પહોંચી હતી. હાલ ભૌમિક પોલીસ કસ્ટડીમાં જ છે, ભૌમિકે અગાઉ નોંધાયેલી ખોટી લૂંટની ફરિયાદ રદ કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને ભૌમિકે પોલીસને ગેરમાર્ગે દોર્યા તે મામલે પોલીસ દ્વારા ભૌમિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે..

ABOUT THE AUTHOR

...view details