ગુજરાત

gujarat

ETV Bharat / state

વૈશ્વિક દિવ્યાંગ દિવસઃ અમદાવાદમાં બહેરા-મૂંગા શાળામાં કરવામાં આવી ઉજવણી - દિવ્યચક્ષુ વિદ્યાર્થીઓ

અમદાવાદઃ યુ.એન.એ. દ્વારા 1991થી દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વૈશ્વિક વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મંગળવારના રોજ અમદાવાદમાં પણ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુનાઇટેડ નેશન્સ એસોસિએશન દ્વારા મુક બધિર અને દિવ્યચક્ષુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વૈશ્વિક દિવ્યાંગ દિવસ
વૈશ્વિક દિવ્યાંગ દિવસ

By

Published : Dec 3, 2019, 1:47 PM IST

શહેરના આશ્રમ રોડ ખાતેની બહેરા-મૂંગા શાળામાં યુનાઇટેડ નેશન્સ એસોસિએશન દ્વારા વૈશ્વિક દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં UNAના પ્રમુખ ભરત પંડ્યા અને ઉપપ્રમુખ ધનરાજ નથવાણી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શહેર ભરના દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા અને તેમના જીવનમાં હાંસલ કરેલી સિદ્ધિઓ માટે તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વૈશ્વિક દિવ્યાંગ દિવસ

કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને તે તમામને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તેમને સમજાવવામાં આવ્યું હતું કે, દિવ્યાંગ હોવાથી જીવનમાં હાર માનવાની જરૂર નથી પરંતુ, એક પડકાર સમજીને તેની સામે જીત હાંસલ કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details