લોકસંપર્ક કાર્યક્રમની વિશેષ માહિતી આપી અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત રાજ્યમાં ઠેરઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં રાજ્યના તમામ બૂથોમાંથી કાર્યકર્તા ઘરે ઘરે જઈ લોકસંપર્ક કરશે. છેલ્લા 23 દિવસથી ભાજપ દ્વારા આ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે સંદર્ભે આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના શ્રી કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની આગેવાનીમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.
9 વર્ષના શાસનની ઉજવણી : જેમાં ઉપસ્થિત ભાજપના અગ્રણીઓએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત રાજ્યમાં ઠેરઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં રાજ્યના તમામ બુથમાંથી કાર્યકર્તા ઘરે ઘરે જઈ લોકસંપર્ક કરી લોકોને જાગૃત કરી રહ્યા છે.
આશાનું કિરણ વડાપ્રધાન મોદી : 9 વર્ષ પહેલાં સરકાર બની ત્યાર બાદ એક આશાનું કિરણ વડાપ્રધાન મોદીમાં દેખાતું હતું. પીએમ મોદી લોકોને સુશાસન આપ્યું છે. દેશને વિકાસની દિશા આપી છે. તેમના શાસન બાદ 2014માં ઐતિહાસિક જીત લોકોએ આપી અને મોદીને વડાપ્રધાનના સિંહાસન પર બેસાડ્યા.ત્યારે હવે જનસંઘથી આપેલા સંકલ્પોને 2014થી લઇ અત્યાર સુધીના પાર્ટીના તમામ સંકલ્પ દેશની જનતા સમક્ષ વડાપ્રધાને પૂરા કરીને આપ્યા છે. દેશ સાથે લોકોની જે અપેક્ષાઓ હતી તે પીએમ મોદીએ પૂરી કરી છે અને આજે વિશ્વમાં દેશનું જે ગૌરવ વધ્યું છે તે પીએમ મોદીના સુશાસનને કારણે છે..આજે જે સન્માન દેશના વડાપ્રધાનને મળે છે તે સન્માન દેશની જનતાને મળે છે.
પીએમ મોદીના 9 વર્ષ સેવા સુશાસનને લઇ 15 લોકસભામાં જાહેરસભા કરાઈ છે અને વિધાનસભા સ્તરે અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. મોદી શાસનના 9 વર્ષના કામોનો હિસાબ તેમની પાસે છે અને તે કામોનો હિસાબ ભાજપના કાર્યકરો પ્રજા સુધી લઈ ગયા છે. સરકારની કાબેલિયતને 3 દિવસ માટે કાર્યકરો મોદીએ કરેલા કામોને ઘર ઘર સુધી પહોચાડશે. જેમાં 51931 બુથ પ્રમુખો અને કાર્યકરો બૂથમાં આવેલા તમામ લોકોના ઘેર ઘેર જઈ લોકોને સુશાસન વિશે સમજણ પૂરી પાડશે.પ્રદીપસિંહ વાઘેલા (પ્રદેશ મહામંત્રી ભાજપ)
51931 કાર્યકરો એક સાથે તમામ બૂથ પર : આ સમય દરમ્યાન 27 તારીખે 182 જગ્યા ઉપર વિસ્તારક યોજના માટે સમય આપવામાં આવશે જેમાં એમએલએ તથા સાંસદ હાજર રહેશે. જ્યારે 51931 કાર્યકરો એક સાથે તમામ બૂથ પર હાજર રહેશે. ઉપરાંત આવતીકાલે સવારે 10 થી 12 વાગ્યા સુધી આ કાર્યશાળા ચાલશે. વધુમાં પ્રદીપસિંહે જણાવ્યું હતું કે આજે મોદીએ જનતા માટે બેંકમાં ખાતા ખોલાવી સીધી સહાય આપી છે.. જેથી તમામ સહાય સીધી લોકોના બેંક ખાતામાં પહોંચતી થઈ છે. વળી મહામારીમાં લોકોને ફ્રીમાં રાશન આપી લોકોને કપરા સમયમાં મદદ કરી છે.
વિકાસ એકસરખો અને યોગ્ય દિશામાં : કોરોનાકાળમાં સૌપ્રથમ વેક્સિન શોધી અને લોકોને મફતમાં પૂરી પાડવાનું કામ પણ મોદી શાસનમાં થયું છે અને 100થી વધુ દેશોને પણ વેક્સિન આપી દુનિયામાં ભારતની શાન વધારી છે.. ઉપરાંત આજે ડિફેન્સ માટે ટેન્ક દેશમાં બનતી થઈ જેનો સિંહફાળો વડાપ્રધાનને જ જાય છે. વળી દેશના અલગ અલગ ખૂણાનો વિકાસ એકસરખો અને યોગ્ય દિશામાં થયો છે. આજે દર અઠવાડિયે એક ટ્રેન દોડતી થઈ છે.ત્યારે આ 9 વર્ષમાં દરેક ભારતીયને ભારતીય હોવાનું ગૌરવ થાય એવું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. હાલ રશિયા અને યુક્રેન જેવા દેશોમાં ચાલી રહેલા બે દેશોના યુદ્ધ અટકી જાય તેવી ભારતની તાકાત પણ મોદીને કારણે ઊભી થઈ છે.
- 9 years of PM Modi Govt : મોદી સરકારની સફળતાના 9 વર્ષની ઉજવણીમાં અનુરાગ ઠાકુર, લોકસભા ચૂંટણી માટે આવો વિશ્વાસ જતાવ્યો
- BJP Meeting : ભાજપ કારોબારી બેઠક મળી, લોકસભા અને વિધાનસભાસ્તરે " 9 સાલ બેમિસાલ" ના સૂત્ર સાથે જનસંપર્ક અભિયાન તૈયાર
- 9 Years of Modi Govt: મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ આજે કરશે દેશવ્યાપી પ્રેસ કોન્ફરન્સ