અમદાવાદના શાહીબાગ વિસ્તારના ઈલાઈટ ફ્લેટમાં રહેતા યાદવેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી છે કે, 15 સપ્ટેમ્બરના રોજ તેમણે 2 છોકરીઓ પ્રિયંકા અને સપનાને ઘરે કામ પર રાખી હતી. જેમાં 17 સપ્ટેમ્બરે સપના કામ પર આવી ન હતી અને પ્રિયંકા આવી હતી જે પોતાની સાથે એક છોકરાને લઈને આવી હતી અને તે તેનો ભાઈ હોવાની ઓળખ આપી હતી. રાબેતા મુજબ કામ કરીને બંને જણા જતા રહ્યા હતા.
અમદાવાદમાં ઘરમાંંથી 6.55 લાખની ચોરી, ચોર CCTVમાં કેદ - crime news in gujarat
અમદાવાદ: શહેરમાં ચોરી અને છેતરપીંડીના બનાવોમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ઘર માલિકે ઘરકામ માટે કામ પર રાખેલી યુવતી 6.55 લાખની ચોરી કરીને ફરાર થઇ ગઈ છે. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
robbery in ahmedabad
યાદવેન્દ્ર સિંહ જ્યારે પોતાના રૂમમાં ગયા ત્યારે રૂમમાં બેગ ખુલ્લી હાલતમાં પડેલી હતી અને બેગમાંથી 5 હજાર રોકડા, સોનાનો હાર, સોનાની બુટ્ટી, સોનાના કળા અને ડાયમંડ શેરપંચ એમ કુલ 6.55 લાખનો માલ લઈને ફારાર થઈ ગઈ હતી. ચોરી કરીને બહાર નીકળતા પ્રિયંકા અને તેના સાથે આવેલો છોકરો CCTV કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા. જેથી યાદવેન્દ્ર સિંહે આ બંને વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે CCTV ફુટેજના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે.