શહેરના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇદગાહ પાસે સિવિક સેન્ટરમાં રથયાત્રાના દિવસે રજાનો લાભ ઉઠાવી ચોરોએ દુકાનનું તાળું તોડી સિગરેટના 20 બોક્સનો જથ્થો જેની કુલ કિંમત 16.40 લાખ થાય છે. આ અંગે દુકાન માલિકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરું કરી હતી. ચોરી અંગે પોલીસે હિસ્ટ્રી-સીટરોની તપાસ શરું કરી જેમાં કેટલાક હિસ્ટ્રી-સીટર પોતાના ઘરે હાજર ન હતા.
રથયાત્રાના દિવસે 16 લાખથી વધુની સિગરેટ ચોરી કરનારા 5 ચોરની ધરપકડ - AHD
અમદાવાદઃ 4 જુને રથયાત્રાનો ફાયદો ઉઠાવી ઇદગાહ પાસેના સિવિક સેન્ટરમાંથી બંધ દુકાનના તાળા તોડી સિગરેટના કુલ 20 બોક્સનો જથ્થો ચોરી કરનારા ચોર ઝડપાયા છે. ચોર પાસેથી 12 બોક્સ પોલીસે પરત મેળવ્યા હતા અને અન્ય 8 બોક્સ અન્ય વ્યક્તિને આપ્યા હોવાની કબૂલાત ચોરોએ કરી હતી. આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે આ મામલે CCTV ચેક કર્યા તો અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીન્કુ સરદાર નામનો આરોપી અને તેના અન્ય 4 સાગરીતો જોવા મળ્યા હતા. CCTV ફુટેઝના આધારે પોલીસે મોબાઈલ લોકેશની તપાસ કરી હતી અને 5 ચોરને ઝડપી પાડ્યા હતા. તમામ ચોર અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા છે. પોલીસે ચોર પાસેથી 20 બોક્સમાંથી 12 બોક્સનો જથ્થો કબજે કર્યો છે. જયારે અન્ય 8 બોક્સ સરસપુરના વ્યક્તિને આપ્યા છે, તેવું જાણવા મળ્યું હતું. પોલીસે તે વ્યક્તિની પણ તપાસ શરું કરી છે.
સિગરેટના બોક્સ સરળતાથી વહેચાઈ જતા હોવાથી સિગરેટના બોક્સની ચોરી કરવાનું પસંદ કર્યું હતું. પોલીસે 16.40 લાખની ચોરીમાંથી 9.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ચોરી કરેલા બોક્સ કેટલામાં અને કોને વેચ્યા તેના અંગે પોલીસે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી આ સિવાય અન્ય ક્યા ગુનાહમાં સંડોવાયેલા છે તેના અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી છે.