લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે ગરમીના પરિણામો બાકી હોઈ એમ સમગ્ર ગુજરાતમાં ફરી ગરમીનો પારો આસમાને ચડ્યો છે અમદાવાદ શહેરનું તાપમાન 43.3 ડિગ્રી નોંધતા શહેરના રસ્તાઓ સુમસાન બન્યા હતા. બપોરના સમયમાં લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીનો રસ, લેમન જ્યુસ, ઠંડા પીણાં નો સહરો લીધો હતો.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.
43.3 ડિગ્રી સાથે અમદાવાદ-ગાંધીનગર ભઠ્ઠીમાં શેકાયું - gandhinagar
અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે સોમવારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 43 ડિગ્રી પાર કરતા લોકો અકળાયા હતા અને શહેરના રસ્તાઓ સુમસાન બન્યા હતા.
૪૩.૩ ડિગ્રી સાથે અમદાવાદ-ગાંધીનગર ભઠ્ઠીમાં શેકાયું
ગુજરાતના પાટનગર ગાંધીનગર માં પણ ૪૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેના કારણે શહેરના રસ્તાઓ ખાલીખમ બન્યા હતા.હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કારણ વિના બપોરના સમયે બહાર ન નીકળવા લોકોને સલાહ આપી છે.હવામાનમાં અચાનક પલટા બાદ થોડા દિવસ વાતાવરણમાં ઠંડક રહ્યા બાદ ફરી ગરમીમાં વધારો નોંધાયો છે અને આગામી પાંચ દિવસ તાપમાન ૪૨-૪૩ ડિગ્રી રહેવાની સંભાવના છે