- ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર
- પ્રો. વીસી જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત
- લાઈબ્રેરીના વડા યોગેશ પરીખ પણ કોરોના સંક્રમિત
- અન્ય 4 કર્મીઓ પણ કોરોના પોઝિટિવ
- બે દિવસ પહેલા ભાષા ભવનના કર્મચારીનું થયું હતું મૃત્યુ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસ પહેલા જ ભાષા ભવનના કર્મચારીનું કોરોનાને લઈને મૃત્યુ થયું હતું. ત્યારે વધુ કેસો સામે આવ્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસાર અને લાઈબ્રેરીના વડા યોગેશ પરીખ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત 3 પ્રોફેસર અને અન્ય 2 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે, એટલે કે કુલ 7 કેસો સામે આવ્યા છે.
આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાની દહેશતને પગલે વર્ક ફ્રોમ હોમનો આદેશ