અમદાવાદ : પ્રવાસીઓની સગવડ માટે અને આગામી તહેવારની સિઝનમાં વધારાના ધસારો દૂર કરવા માટે રેલવેએ 3 જોડી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. એક બાડમેરથી યશવંતપુરા અને બીજી એચ. નિઝામુદ્દીનથી પૂણે સુધીની બે ટ્રેન જે વસઇ રોડ થઈને પસાર થશે.
આ ટ્રેન આગળની સૂચના સુધી નીચે જણાવેલા તેમની પ્રસ્થાનની તારીખ પ્રમાણે દોડશે.
ગુજરાત થઈને વસઇ રોડથી પસાર થતી વેસ્ટર્ન રેલવેની વધુ 3 જોડી સ્પેશિયલ ટ્રેન દોડશે વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે
1. ટ્રેન નંબર 04806/04805 બાડમેર-યશવંતપુર AC વિશેષ એક્સપ્રેસ (સાપ્તાહિક) :
- ટ્રેન નંબર 04806 બાડમેર - યશવંતપુર AC વિશેષ એક્સપ્રેસ બાડમેરથી 16 ઓક્ટોબર, 2020ના રોજ દર શુક્રવારે 03.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે (શનિવારે) 21.25 કલાકે વસાઇ રોડ પહોંચશે. તે ત્રીજા દિવસે એટલે કે, રવિવારે 03.15 કલાકે યશવંતપુર પહોંચશે.
- ટ્રેન નંબર 04805 યશવંતપુર - બાડમેર AC વિશેષ એક્સપ્રેસ 19 ઓક્ટોબર, 2020ના રોજ દર સોમવારે સવારે 10.30 કલાકે યશવંતપુરથી ઉપડશે અને બીજા દિવસે વસઇ રોડ પર 12.00 કલાકે પહોંચશે. તે ત્રીજા દિવસે (બુધવારે) 05.20 કલાકે બાડમેર પહોંચશે.
- આ ટ્રેનમાં ACફર્સ્ટ ક્લાસ, AC2 ટાયર, AC3 ટાયર કોચ અને પેન્ટ્રી કાર હશે. આ ટ્રેન બાયટુ, બલોત્રા જંકશન, સમદરી, મોકલેસર, જાલોર, મોદરાન, મારવાડ, ભીનમલ, રાણીવાડા, ભીલડી જંકશન, પાટણ, મહેસાણા, અમદાવાદ જંકશન, આણંદ, વડોદરા જંકશન, અંકલેશ્વર, સુરત, વાપી, વસઈ રોડ પર અટકશે અને કલ્યાણ જંક્શન, પૂણે જંકશન, સોલાપુર, વિજયપુરા, બગલકોટ, બદામી, ગાડાગ જંકશન અને બન્નેે દિશામાં તુમાકુરુ સ્ટેશનો પર રોકાશે
2. ટ્રેન નંબર 02263/02264 એચ. નિઝામુદ્દીન - પૂણે AC દૂરન્તો સ્પેશિયલ એક્સપ્રેસ દ્વિ - સાપ્તાહિક ટ્રેન :
- ટ્રેન નંબર 02264 હઝરત નિઝામુદ્દીન - પૂણે AC દૂરન્તો સ્પેશિયલ ટ્રેન એચ. નિઝામુદ્દીનથી દર સોમવાર અને ગુરુવારે 15મી ઓક્ટોબર, 2020થી 10.56 કલાકે ઉપડશે અને બીજા દિવસે વસઈ રોડ 03.50 કલાકે પહોંચશે. આ ટ્રેન તે જ દિવસે 07.10 કલાકે પૂણે પહોંચશે.
- ટ્રેન નંબર 02263 પૂણે - હઝરત નિઝામુદ્દીન AC દૂરન્તો સ્પેશિયલ ટ્રેન પૂણેથી પ્રત્યેક શુક્રવારે 11.10 કલાકે ઉપડશે અને 16 ઓક્ટોબર, 2020ના રોજ વસાઇ રોડ પર પહોંચશે અને તે જ દિવસે 14.35 કલાકે ઉપડશે. તે બીજા દિવસે 06.55 કલાકે એચ. નિઝામુદ્દીન પહોંચશે.
- આ ટ્રેનમાં AC ફર્સ્ટ ક્લાસ, AC 2 ટાયર, AC 3 ટાયર કોચ અને પેન્ટ્રી કાર હશે. આ ટ્રેન વડોદરા જંકશન, કોટલા, રતલામ જંકશન અને વસઈ રોડ સ્ટેશનો પર બંને દિશાઓમાં ઉભી રહેશે.
3. ટ્રેન નંબર 02494 હઝરત નિઝામુદ્દીન - પૂણે AC વિશેષ ટ્રેન
- એચ. નિઝામુદ્દીનથી 16 ઓક્ટોબર, 2020ના રોજ દર શુક્રવારે 21.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે વસઈ રોડ 16.20 કલાકે પહોંચશે. ટ્રેન તે જ દિવસે 21.25 કલાકે પૂણે પહોંચશે.
- ટ્રેન નં - 02493, 18 ઓક્ટોબરથી દર રવિવારે 05.15 કલાકે પૂણેથી ઉપડશે અને તે જ દિવસે 8.50 કલાકે વસઇ રોડ પહોંચશે. બીજા દિવસે એચ.નિઝામુદ્દીન, 05.35 કલાકે પહોંચશે.
- આ ટ્રેનમાં AC ફર્સ્ટ ક્લાસ, AC 2 ટાયર, AC 3 ટાયર કોચ અને પેન્ટ્રી કાર હશે. આ ટ્રેન વડોદરા જંકશન, કોટલા, રતલામ જંકશન, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ જંકશન અને લોનાવાલા જેવા સ્ટેશનોએ બન્ને દિશામાં રોકાશે.