અમદાવાદના બોપલ વિસ્તારમાં 15મી જાન્યુઆરીએ સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું નામ મયંક હોવાનું સામે આવ્યું હતું. તેમજ મયંકની પ્રેમીકાના પતિ અલ્પેશ પટેલે જ મયંકની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે હત્યારા અલ્પેશ પટેલ સહિત તેના સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે અન્ય એક કિસ્સામાં નારોલ વિસ્તારમાં લક્ષ્મીનગર પાસેથી વહેલી સવારમાં અજાણ્યા યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહને બાળી નાખવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું.
અમદાવાદ કમિશ્નરે આપેલો સુરક્ષાનો દાવો પોકળ, ચોવીસ કલાકમાં 3 લોકોની હત્યા - Bopal area of Ahmedabad
અમદાવાદ: શહેરમાં પોલીસ કમિશ્નરે વર્ષ 2020ની શરૂઆતમાં જ અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનું જણાવી સુરક્ષાનો દાવો કર્યો હતો. ત્યારે આ દાવો પોકળ સાબિત થયો છે. કારણ કે, વર્ષની શરૂઆતથી અમદાવાદમાં હત્યાના બનાવો વધ્યા છે. તેમજ 24 કલાકમાં 3 હત્યા થઈ છે.
આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં તપાસ શરૂ કરી હતી. જો કે, હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. ત્રીજા કિસ્સામાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં જ 45 આધેડની હત્યા કરવામાં આવી છે. ચાલીમાં પ્રવેશ નહીં કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ પાંચ લોકોએ ભેગા મળીને 45 વર્ષીય કૌશિક નામના આધેડની હત્યા કરી દીધી છે. તો હત્યા અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ત્રણેય હત્યાઓ માત્ર 24 કલાકના સમયગાળામાં જ બની છે. આ ત્રણેય હત્યાના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. એક તરફ પોલીસ દ્વારા સુરક્ષિત અને ગુનાખોરી ઘટવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ હત્યાના બનાવો સતત વધતા પોલીસનો દાવો પણ ખોટો સાબિત થયો છે.