અમદાવાદ: શહેરમાં દિવસભર વરસાદી માહોલ સર્જાયા બાદ મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રવિવારની સાંજે ઘણા લોકો બહાર નીકળ્યા હતાં. જેથી તેઓએ વરસાદની મજા માણી હતી, તો અમદાવાદમાં થોડા સમય માટે આવેલા ધોધમાર વરસાદને લઇને ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.25 વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં 3.25 પડ્યો હતો જ્યારે મધ્ય અને ઉત્તર ઝોનમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. મધરાતે 2થી 4 વાગ્યા દરમિયાન સંખ્યાબંધ વિસ્તારોમાં અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.25 ઇંચ જેટલો વરસાદ, આગામી 2 દિવસ વરસાદની આગાહી - Ahmedabad received an average rainfall
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.25 વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં 3.25 પડ્યો હતો. જ્યારે મધ્ય અને ઉત્તર ઝોનમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. મધરાતે 2થી 4 વાગ્યા દરમિયાન સંખ્યાબંધ વિસ્તારોમાં અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.25 વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં વરસાદ માહોલ જળવાઇ રહેશે. મધરાત્રે ભારે વરસાદને કારણે વાસણા બેરેજના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા અને 4983 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. સૌથી વધુ વરસાદ 3.75 ઇંચ વરસાદ ઓઢવમાં જ્યારે મણિનગરમાં 3.25 ઇંચ, મેમ્કોમાં 3 ઇંચ જ્યારે ચકુડિયા, રાણીપ, ઉસ્માનપુરા, દૂધેશ્વરમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ઝોન વાઇઝ વરસાદ (ઇંચ)
- પૂર્વ 3.25
- પશ્ચિમ 2
- ઉત્તર પશ્ચિમ 1.5
- દ.પશ્ચિમ 2
- મધ્ય 3
- ઉત્તર 3
- દક્ષિણ 2.5
- કુલ વરસાદ 2.25