ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં દેશ-વિદેશના માલધારીઓની સમસ્યાઓ પર 2 દિવસીય સેમિનાર - Maldhari

અમદાવાદમાં માલધારીઓનું સેમિનાર 2 દિવસીય યોજાયો છે. જેમાં સાપા નામની સંસ્થા જે દ્વારા દેશ-વિદેશના માલધારીઓને ભેગા કરીને સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં દેશમાં માલધારીઓને પડી રહેલી સમસ્યા તથા વિદેશમાં માલધારીઓને મળતી સવલતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Ahmedabad
2 દિવસીય સેમિનાર

By

Published : Jan 30, 2020, 11:40 AM IST

અમદાવાદઃ દેશ અને દુનિયામાં પર્યાવરણ બચાવવા માટે અલગ અલગ સંસ્થાઓ કામ કરી રહી છે. તેમજ માલધારી માટે સાપા નામની સંસ્થા કામ કરી રહી છે. સાપા દ્વારા અમદાવાદમાં 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાપા દક્ષિણ એશિયામાં કામ કરતું એક સંગઠન છે. ગુજરાતની જમીનની વાસ્તવિકતા અને માલધારીઓના વંચિત લોકોના સંદર્ભે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં દેશ-વિદેશના માલધારીઓની સમસ્યાઓ પર 2 દિવસીય સેમિનાર
આ સેમિનારમાં દેશ-વિદેશના માલધારીઓ અને આગેવાનો હાજર રહ્યાં હતાં. આ સેમિનારમાં ગૌચરની જમીન તેમજ પર્યાવરણ કઈ રીતે બચાવાય તે અંગે ચર્ચા કરવાંમાં આવી હતી. આ ઉપરાંત વિદેશમાં માલધારીઓને કેવી સગવડ મળે છે તે અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ગુજરાતમાં માલધારીઓને પડતી સમસ્યા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details