ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસે સાચવવા આપેલા 1380 ઘેટાં-બકરા વેચનાર આશા ફાઉન્ડેશનના સંચાલકે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી - ahemdabad samachar

અમદાવાદ: હાથીજણ ખાતે આવેલા આશા ફાઉન્ડેશન જીવદયા સંસ્થાને પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં-બકરાઓને રૂપિયા 38 લાખમાં ગેરકાયદેસર રીતે વેંચી દેવાના મામલે આરોપી હર્મેશ ભટ્ટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હોવાની વિગતો સામે આવી છે. પશુ માલિકો દ્વારા તેની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

etv bharat
પોલીસે સાચવવા આપેલા 1380 ઘેટાં-બકરા વેચનાર આશા ફાઉન્ડેશનના સંચાલકે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી

By

Published : Jan 2, 2020, 9:00 PM IST

આશા ફાઉન્ડેશનના સભ્ય હર્મેશ ભટ્ટ પર પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં-બકરા કે, જેની કિંમત 32 લાખ રૂપિયા જેટલી થાય છે. તેને ગેરકાયદેસર રીતે 38 લાખ રૂપિયામાં વેંચી મારવાનો કૌભાંડ સામે આવ્યું હતું.

1380 ઘેટાં-બકરા વેચનાર આશા ફાઉન્ડેશનના સંચાલકે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી

અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા 4થી ડિસેમ્બરના રોજ રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી 218 જેટલા ઘેટા બકરા કબ્જે કરી પોલીસને સોંપ્યા હતા. બાતમીના આધારે ઘેટા બકરાને લઇ જતી ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આશા ફાઉન્ડેશનના સભ્ય અને સંચાલક હર્મેશ ભટ્ટ, રાણીપ બકરા મંડીના શહીદ અહેમદ, હનીફ થરુણ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે અલગ-અલગ વિસ્તારમાં બાતમીના આધારે 6 ડિસેમ્બરના રોજ નરોડામાં દરોડા પાડી 960 ઘેટાં-બકરાને લઈ જતી 4ર ટ્રક ઝડપી પાડી હતી. 8 ડિસેમ્બરના રોજ ઓઢવમાંથી 182 ઘેટા-બકરા પોલીસે કબ્જે કર્યા હતા. તમામ ઘેટાં-બકરાઓને હાથીજણ ખાતે આવેલી જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details