અમદાવાદઃ વધુ માહિતી આપતાં જણાવાયું કે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અંતર્ગત 1 લાખ 81 હજાર કરદાતાઓએ ટેક્સ જમા કરાવ્યો છે. તેમ જ અમદાવાદ મનપાને 25 જૂન સુધી રૂપિયા 129.40 કરોડની આવક થઈ છે.
AMCને 25 જૂન સુધીમાં 129.40 કરોડની આવકઃ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો 1 જૂનથી અમલ શરૂ - Property Tax
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની આજની યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે મિલકત વેરાની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી હતી જેનો 1જૂનથી અમલ શરૂ થઈ ગયો છે.
AMCને 25 જૂન સુધીમાં 129.40 કરોડની આવકઃ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો 1 જૂનથી અમલ શરૂ
મધ્યઝોનમાં રૂ.16.26 કરોડ, ઉત્તર ઝોનમાં રૂ.6.76 કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ. 8.42 કરોડ, પૂર્વ ઝોનમાં રૂ.9.48 કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ.44.62 કરોડ, ઉત્તરપશ્ચિમ ઝોનમાં રૂ.25.49 કરોડ અને દક્ષિણપશ્ચિમઝોનમાં રૂ.18.28 કરોડની આવક એડવાન્સ મિલકત વેરા પેટે થઈ છે.