- રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહેલો સતત વધારો
- અમદાવાદ સહિત 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં વધારો
- વેક્સિનની આડઅસરનો અત્યાર સુધી એક પણ કિસ્સો નોંધાયો નથી
અમદાવાદ: છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 1276 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ રિકવરી રેટ ઘટીને 96.42 ટકા થઇ થયો છે. કોરોનાના કારણે ગુરૂવારે રાજ્યમાં ત્રણ દર્દીઓના મોત પણ થયા હતા. જેની સાથે રાજ્યમાં નોંધાયેલા કુલ 5784 એક્ટિવ કેસો પૈકી 63 દર્દીઓ વેન્ટિલેટર પર, 5631 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,71,305 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. તો 4433 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા હતા.