ગુજરાત

gujarat

ETV Bharat / state

108 ઇમરજન્સી સેવાએ મેળવી નવી સિદ્ધિ, રાજ્યભરમાં હેન્ડલ કર્યાં 1 કરોડથી વધુ કોલ

રાજ્યમાં ખૂણેખૂણે આરોગ્યલક્ષી (Health oriented)સેવા આપતી એમ્બ્યૂલન્સ (Ambulance)સેવા તરીકે 108નું નામ સૌની જીભે રમે છે. ત્યારે આ સેવામાં કાર્યરત કર્મીઓ માટે સિદ્ધિનું નવું સોપાન સામે આવ્યું છે.

108 ઇમરજન્સી સેવાએ મેળવી નવી સિદ્ધિ, રાજ્યભરમાં હેન્ડલ કર્યાં 1 કરોડથી વધુ કોલ
108 ઇમરજન્સી સેવાએ મેળવી નવી સિદ્ધિ, રાજ્યભરમાં હેન્ડલ કર્યાં 1 કરોડથી વધુ કોલ

By

Published : Oct 27, 2021, 6:43 AM IST

  • ગુજરાતમાં 108 ઈમરજન્સી સર્વિસની સેવાની સિદ્ધિ
  • છેવાડાના ગામો-શહેરોમાં 71 લાખથી વધુ લોકોને સારવાર આપી
  • તાત્કાલિક આરોગ્યલક્ષી સારવાર-મદદ અપાઈ


અમદાવાદઃ ગુજરાતમાં સામાન્ય નાગરિકોને તાત્કાલિક સારવાર (Immediate treatment)મળી શકે તેવા હેતુથી તા.29 ઓગસ્ટ-2007માં આરોગ્ય સેવા 108( Healthcare 108)ઇમરજન્સીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે હાલમાં પણ અવિરત ચાલી રહ્યો છે.આ આરોગ્યલક્ષી સેવા યજ્ઞમાં વર્ષ 2007થી અત્યાર સુધીમાં રાજ્યભરના છેવાડાના ગામો, તાલુકા કેન્દ્રો, જિલ્લા કેન્દ્રો અને મહાનગરોમાં(Metros) 108 ઈમરજન્સી (108 Emergency)સેવા દ્વારા કુલ 71 લાખ 75 હજારથી વધુ લોકોને ઈમરજન્સી આરોગ્યલક્ષી (Health oriented)સારવાર-મદદ કરવામાં આવી છે.

રાજ્યમાંથી અંદાજે 1 કરોડ 27 લાખથી વધુ ઇમરજન્સી કોલ હેન્ડલ કરાયા108 દ્વારા રાજ્યભરમાંથી અંદાજે 1 કરોડ 27 લાખથી વધુ ઇમરજન્સી કોલ હેન્ડલ કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે. સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ ગુજરાતમાં 108 ઇમરજન્સી દ્વારા મહિલાઓ માટે પ્રેગ્નન્સી કેસમાં 43 લાખ 19 હજારથી વધુ, રોડ અકસ્માત સંબંધી 15 લાખ 84 હજારથી વધુ તેમજ 11 લાખ 57 હજારથી વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવવામાં આવ્યા છે.

કોરોના મહામારીમાં પણ અવિરત સેવા

વધુમાં 108ના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન્સ દ્વારા 72,617 મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં તેમજ 39,211 મહિલાઓની સ્થળ ઉપર સલામત ડિલિવરી કરાવીને ઉત્તમ સેવા આપવાનો પ્રયાસ કર્યો છે.ઉલ્લેખનીય છે કે 108 મેડિકલ ટીમે કોરોના મહામારીમાં પણ દિવસરાત જોયા વિના પોતાના જીવના જોખમે હજારો લોકોને નજીકની હોસ્પિટલમાં સમયસર પહોંચાડીને માનવસેવાનું સતત કાર્ય કર્યું છે.

પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

આ ઉપરાંત રાજ્યભરની 108ની ટીમ દ્વારા અકસ્માતના કિસ્સામાં ભોગ બનેલા લોકોના સગાઓને તેમના સ્વજનોની લાખો રૂપિયાની રોકડ સોનાચાંદીના દાગીના સહિતની મોંઘી વસ્તુઓ પરત કરીને પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ રજૂ કર્યુ છે તેમ 108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃપોલીસ ગ્રેડ પે બાબતે ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્ટિવ, પરિવારજનો સાથે કરી રહ્યા છે બેઠક
આ પણ વાંચોઃદેશ સાથે ગદ્દારી કરનાર BSF જવાનના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ABOUT THE AUTHOR

...view details