ગુજરાત

gujarat

ETV Bharat / state

જગતના તાતને 1.5 વર્ષથી વિમાની રકન ન આપતા હાઈકોર્ટે વીમા કંપનીને નોટીસ ફટકારી

અમદાવાદ: સુરેન્દ્રનગરના રાલોલ ગામમાં ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પ્રીમિયમ ચુકવ્યું હોવા છતાં દોઢ વર્ષ પહેલાં પુરના પાણીથી વિનાશ થયેલા પાકનું વળતર ન ચુકવાતા ગુરૂવારના રોજ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરતા જસ્ટીસ એ.વાય. કોગ્જે વીમા કંપની, કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સહિત તમામ પક્ષકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

ગુજરાતનો ખેડૂત

By

Published : Jun 13, 2019, 11:49 PM IST

અરજદારના વકીલ સુબોધકાંત પરમારે રજુઆત કરતા દલીલ કરી કે ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પુરતું પ્રિમિયમ ભર્યું હોવા છતાં દોઢ વર્ષ બાદ પણ વળતર ચુકવવામાં આવી નથી. જુલાઈ 2017માં આવેલા વિનાશક પુરમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું, ત્યારબાદ યોજના હેઠળ વળતર મેળવવા માટે સ્થાનિક ખેડૂતોએ પંચાયતથી લઈને મુખ્યપ્રધાન સુધી રજુઆત કરી છતાં પગલા ન લેવાતા ન્યાય માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ દુષ્કાળ, પુર, બરફ વર્ષા, ભુસ્ખલન સહિતની કુદરતી આફતમાં પાકને થતાં નુકસાનમાં વળતર ચુકવવામાં આવે છે. સિંચાઈ અને બિન-સિંચાઈગ્રસ્ત ખેડૂતો માટે 15 થી 20 ટકા પ્રિમિયમ નક્કી કરવામાં આવે છે, જો કે સબસિડીના લાભ બાદ કુલ પાકની 5 ટકા રકમ પ્રિમિયમ પેટે ચુકવવાની હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈગ્રસ્ત જમીન માટે પ્રતિ હેક્ટર 70 હજાર જ્યારે બિન-સિંચાઈગ્રસ્ત ખેતર માટે 52 હજાર રૂપિયા પ્રિમિયમ નક્કી કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અરજદાર સુરેન્દ્રનગરના રાલોલ ગામના ગરીબ ખેડૂતો છે. જે કપાસની ખેતી કરે છે અને જુલાઈ 2017ના પુરથી તેમના પાક નષ્ટ થયા હતા અને અનેકવાર રજુઆત કરાઈ હોવા છતાં નષ્ટ થયેલા પાકનું વળતર ન ચુકવાતા હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details