- ભારતની રૂબિના ફ્રાન્સિસે પિસ્તોલ સ્પર્ધામાં ફાઇનલમાં પારાજીત થઇ
- ફાઇનલમાં 128.5 પોઇન્ટ સાથે સાતમાં સ્થાને રહી
- ભારતની રૂબિના ફ્રાન્સિસેને ફાઇનલમાં મળી નિરાશા
ટોક્યો:ભારતની રૂબિના ફ્રાન્સિસ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ફાઇનલમાંથી બહાર થઈ હતી. તેણી ફાઇનલમાં 128.5 પોઇન્ટ સાથે સાતમાં સ્થાને રહી હતી. જ્યારે, તીરંદાજ રાકેશ કુમાર પુરુષોની વ્યક્તિગત સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા. રાકેશ કુમારને વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચીનના જિનલિયાંગ દ્વારા 145-143 ના માર્જિનથી પરાજીત કરાયા હતો. તેમના સિવાય ભાગ્યશ્રી જાધવ શોટપુટ ઈવેન્ટમાં મેડલ માટે પોતાનું નસીબ અજમાવી રહી છે. આજે પણ ઘણા ખેલાડીઓ મેડલ જીતે તેવી અપેક્ષા રાખવામાં આવશે. છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓએ બે ગોલ્ડ મેડલ સહિત કુલ 5 મેડલ જીત્યા છે.
ભારતની રૂબિના ફ્રાન્સિસેને ફાઇનલમાં મળી નિરાશા
ભારતની રૂબિના ફ્રાન્સિસે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં નિરાશા મેળવી હતી. તેમણે ફાઇનલમાં 128.5 પોઇન્ટ સાથે સાતમા સ્થાને રહી હતી. અગાઉ ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેણે જોરદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
મહિલા શોટ પુટ ઇવેન્ટ F-34 ની ફાઇનલ મેચ શરૂ