- સવિતાનું લક્ષ્ય હરિયાણાનો ભીમ એવોર્ડ છે
- ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી
- વર્ષ 2018માં સવિતાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે
ચંદીગઢ: ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી, ભારત માટે એકમાત્ર અને નિર્ણાયક ગોલ ગુરજીત કૌરે (Gurjeet Kaur) 22મી મિનિટે પેનલ્ટી કોર્નર પર કર્યો, પરંતુ ભારત જીતનો શ્રેય મુખ્યત્વે ગોલકીપર સવિતા પૂનિયા (Savita Punia) ને જાય છે, જેમણે કુલ 9 ઉત્તમ બચાવ કર્યા હતા.
આ પણ વાંચો- ઓલિમ્પિક્સમાં દીકરીઓના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર ભારતની ઉજવણી, અભિનંદનનો વરસાદ
સવિતા પૂનિયા મહિલા ભારતીય હોકી ટીમની શ્રેષ્ઠ ગોલકીપર છે
ઉલ્લેખનિય છે કે, સવિતા પૂનિયા (Savita Punia)મહિલા ભારતીય હોકી ટીમની શ્રેષ્ઠ ગોલકીપર (Savita Punia best best goalkeeper)છે, સવિતા હરિયાણાની છે. તેને વર્લ્ડ નંબર -1 ગોલકીપરનો ખિતાબ પણ મળ્યો છે. સવિતા પૂનિયાએ શૂટઆઉટ રોકવામાં નિપુણતા મેળવી છે. વર્ષ 2018માં તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. સવિતા પૂનિયા સિરસા જિલ્લાની એકમાત્ર એવી પુત્રી છે, જેને રાષ્ટ્રપતિ દ્વારા અર્જુન એવોર્ડથી નવાજવામાં આવી છે. બીજી તરફ, સવિતા પૂનિયાની મહેનત અને સમર્પણને જોતા મહિલા અને બાળ વિકાસ નિગમને બેટી બચાવો-બેટી પઢાવો અંતર્ગત પ્રથમ વખત જિલ્લાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.