ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics, Day 8: તિરંદાજ દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, રશિયાની ખેલાડીની 6-5થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ - તિરંદાજ દીપિકા કુમારી

ટોક્યો ઓલિમ્પિકમાં દુનિયાની નંબર વન તિરંદાજ દીપિકા કુમારીએ ઈતિહાસ રચીને રશિયાની ખેલાડી પેરોવાને હરાવી છે. દીપિકાએ પેરોવાને 6-5થી હરાવી ક્વોટરફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

તિરંદાજ દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, રશિયાની ખેલાડીની 6-5થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ
તિરંદાજ દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, રશિયાની ખેલાડીની 6-5થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ

By

Published : Jul 30, 2021, 7:21 AM IST

  • તિરંદાજ દીપિકા કુમારીએ રશિયાની ખેલાડી પેરોવાને હરાવી
  • દીપિકાએ પેરોવાને 6-5થી હરાવી
  • ક્વોટરફાઈનમાં જગ્યા બનાવી

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકનો આજે શુક્રવારે 8 મો દિવસ છે. ભારત માટે આજના દિવસની શરૂઆત ખુબ સારી રહી છે. તીરંદાજ દીપિકા કુમારીએ ઈતિહાસ રસ્યો છે. દીપિકા કુમારીએ રશિયાની પેરોવાને 6-5 હરાવીને ક્વોટરફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

આ પણ વાંચો- Tokyo Olympics 2020 : જાણો 8માં દિવસે ક્યા ખેલાડીઓ પર રહેશે નજર...

શૂટઆઉટમાં દીપિકાએ 10 પર નિશાન લગાવ્યું

આ મેચનો ફેસલો શૂટઆઉટ રાઉન્ડમાં આવ્યો હતો. શૂટઆઉટમાં સેનિયા 7 પર જ નિશાન લગાવી શકી હતી. જ્યારે દીપિકાએ 10 પર નિશાન લગાવ્યું હતું. દીપિકાએ પ્રથમ અને ત્રીજો સેટ જીત્યો હતો, તેમજ સેનિયાએ બીજો અને પાંચમો સેટ જીત્યો હતો. જ્યારે ચોથો સેટ બરાબર પર રહ્યો હતો.

આ પણ વાંચો: "આ મારી જ જીત છે" એમ કહીને મેરી કોમે લગાવ્યા IOC પર આક્ષેપ

મેચનો સ્કોરબોર્ડ: 2-0, 2-2, 4-2, 5-3, 5-5, 6-5

ABOUT THE AUTHOR

...view details