- ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી 3 મેડલ મળ્યા
- 13માં દિવસે જ્યારે ભારત હોકીમાં નિરાશા જોવા મળી હતી
- રવિ દહિયાએ ફાઇનલમાં પહોંચીને પોતાનો સિલ્વર મેડલ પાક્કો કર્યો
હૈદરાબાદ : ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે જ્યારે ભારત હોકીમાં નિરાશા જોવા મળી હતી, ત્યાં બીજી તરફ કુસ્તીમાં મોટી સફળતા મળી હતી. આ ઉપરાંત, મહિલા હોકી ટીમને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આર્જેન્ટિનાએ તેને 2-1થી હરાવી હતી. હોકીમાં ટીમ ઇન્ડિયા હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. આ સાથે જ રેસલર રવિ કુમાર દહિયાએ ભારતના ખાતામાં વધુ એક મેડલ સુનિશ્ચિત કર્યો છે. તેમણે ફાઇનલમાં જગ્યા બનાવી છે. જોકે, દીપક પૂનિયા સેમિફાઇનલ મેચ હારી ગયો છે.
13મો દિવસ ભારત માટે મિશ્ર
ટોક્યો ઓલિમ્પિક 2020નો 13મો દિવસ ભારત માટે મિશ્ર રહ્યો હતો. જ્યાં લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, રવિ દહિયાએ ફાઇનલમાં પહોંચીને પોતાનો સિલ્વર મેડલ કન્ફર્મ કર્યો છે. જેવલિન થ્રોમાં નીરજ ચોપડા ટેબલમાં ટોપ પર રહી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
કુસ્તી અને હોકીમાં મેડલ જીતવાની તક
દીપક પૂનિયા અને મહિલા હોકી ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ બન્ને હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. 5 ઓગસ્ટના રોજ રવિ દહિયાની નજર ગોલ્ડ મેડલ પર રહેશે, જ્યારે દીપક પૂનિયા અને મેન્સ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે લડશે. ટોક્યો ઓલિમ્પિકમાં 5 ઓગસ્ટના રોજ ભારતીય ટીમના ખેલાડીઓ 4 જુદી જુદી રમતોની 7 ઇવેન્ટમાં જોવા મળશે. જેમાં ભારતને કુસ્તી અને હોકીમાં મેડલ જીતવાની તક મળશે.