- આજે નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ
- જેવેલિન થ્રોમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
- ભારતે મેળવ્યા કુલ 7 મેડલ
ન્યૂઝ ડેસ્ક:સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મેડલ સાથે ઓલિમ્પિકના ભારતીય ઇતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત સાત મેડલ જીત્યા છે. આ પહેલા ભારતે લંડન ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા હતા. નીરજની સુવર્ણ જીત સાથે ભારત ટોક્યો ઓલિમ્પિકની મેડલ ટેલીમાં 47માં સ્થાને પહોંચી ગયું છે.
મહિલાઓએ વધાર્યુ ગૌરવ
ભારતે પ્રથમ દિવસે જ વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઇ ચાનુના મેડલ સાથે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત કરી હતી. આ બાદ પીવી સિંધુએ ભારતને બેડમિન્ટનમાં બીજો મેડલ અપાવ્યો અને ઓલિમ્પિકના ઇતિહાસમાં સતત બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.