- સતીશ કુમાર (satish kumar) ને મેચમાં તેના માથા પર એક ખરોચ પણ આવી
- બ્રોન્ઝ મેડલ વિજેતા સતીષને બ્રાઉનના નબળા ફૂટવર્કથી ફાયદો થયો
- જલોલોવે અઝરબૈજાનના મોહમ્મદ અબ્દુલ્લાયેવને 5-0થી હરાવ્યો
ટોક્યો: ભારતીય મુક્કાબાજ સતીશ કુમાર (satish kumar) ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઉઝબેકિસ્તાનના ખેલાડી બાખોદિર જલોલોવના હાથે 5-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેની ઓલિમ્પિક યાત્રા અહીં સમાપ્ત થાય છે.
સતીશનો મુકાબલો ઉઝબેકિસ્તાનના બાખોદિર જલોલોવ સાથે
અગાઉ વિભાજિત નિર્ણય છતાં સતીશે કોલંબિયાના બોક્સર સામે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં 4-1થી વિજય નોંધાવ્યો હતો. બે વખતની એશિયન ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા સતીષને બ્રાઉનના નબળા ફૂટવર્કથી ફાયદો થયો. જોકે, મેચમાં તેના માથા પર એક ખરોચ પણ આવી હતી. સતીશનો મુકાબલો ઉઝબેકિસ્તાનના બાખોદિર જલોલોવ સાથે થશે. જે એશિયન ચેમ્પિયન છે. જલોલોવે અઝરબૈજાનના મોહમ્મદ અબ્દુલ્લાયેવને 5-0થી હરાવ્યો.