- ઓલિમ્પિક ખેલાડીઓ પરત ફર્યા ભારત
- ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યા ખેલાડીઓ
- સાંજે 6.30 કલાકે દિલ્હીની અશોકા હોટેલમાં કરાશે સન્માન
ન્યૂઝ ડેસ્ક:ટોક્યો ઓલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યા બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ આજે નવી દિલ્હી પહોંચ્યા હતા. સોમવારે રાજધાનીમાં સાત મેડલ વિજેતા અને અન્ય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે 6.30 કલાકે દિલ્હીની અશોકા હોટેલમાં સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. આ વખતે ભારતને 7 મેડલ મળ્યા છે, જે કોઈપણ ઓલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. જેમાં એક ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે મહિલા ટીમ ચોથા સ્થાને રહી. બંને ટીમોએ પોતાના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા હતા. 41 વર્ષ પછી, પુરુષ હોકી ટીમે ઓલિમ્પિક મેડલ પોતાના ખાતે નોંધાવી દેશને ગૌરવ અપાવ્યું, જ્યારે મહિલા ટીમ ભલે મેડલ ચૂકી ગઈ હોય, પરંતુ તેની રમત અને જુસ્સાથી દરેકનું દિલ જીતી લીધું હતું. સાથે જ નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં દેશ માટે ગોલ્ડ મેળવી દેશનું ગૌરવ વધાર્યુ છે.