- ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને મળી વધુ એક સફળતા
- 65 કિલોગ્રામ વર્ગની કુશ્તીમાં બજરંગ પૂનિયાએ મેળવ્યો બ્રોન્ઝ
- સેમિફાઈનલની મેચમાં હાર્યા બાદ આજે શનિવારે મેળવ્યો મેડલ
ન્યૂઝ ડેસ્ક: ગઈકાલે શુક્રવારે કુશ્તીમાં 65 કિલોગ્રામ વર્ગની સેમિફાઈનલમાં હાર્યા બાદ આજે શનિવારે બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. આ સાથે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના નામે કુલ 5 મેડલ થયા છે.
સેમિફાઈનલમાં મળી હતી હાર
ભારતના સ્ટાર કુશ્તીબાજ બજરંગ પુનિયાને ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલ મેચમાં અઝરબૈજાનના હાજી અલીયેવના હાથે 5-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. બજરંગે મેચની સારી શરૂઆત કરી અને એક પોઈન્ટ મેળવ્યો, પરંતુ હાજીએ ચાર પોઈન્ટ એકત્ર કરવા માટે ઝડપી વાપસી કરી. બજરંગ પ્રથમ સમયગાળામાં 1-4થી પાછળ હતો. બીજા રાઉન્ડમાં પણ, હાજીએ બજરંગ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું અને ચાર પોઇન્ટ મેળવ્યાં. જો કે, બજરંગે ફરી બે પોઈન્ટ મેળવ્યા અને પોઈન્ટનો ગેપ ઓછો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ હાજીએ તેમને ચિત્ત બાદ ફરી એક અંક મેળવ્યો હતો અને અંતે સેમિફાઈનલમાં પણ તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.