- ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ જણાવે છે ખાસ વાતો
- ઈટીવી ભારત સાથે એક્સક્લૂસિવ મુલાકાતમાં મુક્તમને વાતો કરી
- પોતાના ઓલિમ્પિક મેડલની સફરની વાતો અને આગામી આયોજન જણાવ્યાં
ન્યૂઝ ડેસ્કઃ એવું કહેવાય છે કે સમય બધું ભૂલાવી દે છે. પરંતુ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા (Olympics Silver medalist ) મીરાબાઈ ( Mirabai Chanu ) નો રિયોમાં મળેલો ઘા સમય સાથે જ ઊંડો થતો ગયો.એ ક્ષણે, રિયો ઓલિમ્પિક્સનો 7 August 2016 નો તે દિવસ મીરાબાઈ માટે દુઃખદ સ્વપ્નથી ઓછો ન હતો. મીરા તે દિવસે તેની ઇવેન્ટ પૂર્ણ કરી શકી નહીં. મીરાબાઈ 12 વેઈટલિફ્ટરની યાદીમાં બીજી ખેલાડી બની, જે ક્લીન એન્ડ જર્કમાં વજન ઉઠાવવાનો એક પણ સફળ પ્રયાસ કરી શકી ન હતી. જ્યારે ક્લીન એન્ડ જર્ક મીરાબાઈની યુએસપી માનવામાં આવતો હતો.
સમયની સાથે વેઈટ લિફ્ટિંગની મેટ પર મળેલી નિષ્ફળતાને દેશના લોકો તો ભૂલી ગયાં, પરંતુ મીરાબાઈએ ( Mirabai Chanu ) પોતાને માફ ન કરી અને તે દિવસની હાર બાદ તેણે પોતાને વચન આપ્યું હતું કે ટોક્યોમાં દેશના ખાતામાં ચોક્કસપણે તેના નામે મેડલ આવશે.
મીરાબાઈએ તે દિવસોને યાદ કરતાં કહ્યું...
રિયો મારો પહેલો ઓલિમ્પિક હતો. મે બહુ મહેનત કરી હતી. મને ખબર હતી કે એ ઓલિમ્પિકમાં પણ મારો મેડલનો ચાન્સ હતો. મેં રિયો માટે ટ્રાયલ આપી હતી. ત્યારે મેં જે વજન ઉઠાવ્યું હતું તે જ વજન જો હું ઓલિમ્પિકમાં ઉઠાવી શકતી તો મારો સિલ્વર મેડલ ત્યારે જ આવી ગયો હોત. પરંતુ તે દિવસે મારું ભાગ્ય સાથે ન હતું. કદાચ એ દિવસ મારો ન હતો એટલે મેડલ ન આવ્યો.
મીરાબાઈ સાથે વાતચીતના મુખ્ય અંશ...
ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ( Mirabai Chanu ) ટોક્યો ઓલિમ્પિકમાં ( Tokyo Olympics ) ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. ચાનુ ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ( The first Indian to win a silver medal in weightlifting ) ખેલાડી છે. 49 કિલો વજનમાં ચાનુએ આ મેડલ જીત્યો છે. આ કેટેગરીમાં ચીનના હોઉ જહૂુઇએ ગોલ્ડ અને ઇન્ડોનેશિયાની વિન્ડી અસાહે બ્રોન્ઝ મેડલ જીત્યો. ચાનુએ કુલ 202 કિલો વજન ઉપાડીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો.
પ્રશ્નઃ ઓલિમ્પિક સિલ્વર મેડલ લઇને તમે ભારત આવ્યાં છો. તમારા માટે કેટલો અલગ છે આ અનુભવ
ઉત્તરઃ (હસતાં હસતાં) મને બહુ ખુશી થઈ રહી છે. ખૂબ બધો પ્રેમ મળ્યો છે. જ્યારથી ભારત આવી છું, પૂરા ભારતમાંથી પ્રેમ મળ્યો છે. હું કહી નથી શકતી.
પ્રશ્નઃ..અને પિત્ઝા ખાધો તમે?
ઉત્તરઃ હા. મેં ખાધો. જ્યારથી ભારત આવી છું પિત્ઝા જ ખાઈ રહી છું. એટલા ખાઈ લીધાં છે કે હવે મને ડર લાગે છે કે વધુ થઈ ગયાં છે.
પ્રશ્નઃ રિયો ઓલિમ્પિકમાં પાછળ પડ્યાં પછી પોતાને કેવી રીતે સંભાળી લીધા?
ઉત્તરઃ રિયો મારો પહેલો ઓલિમ્પિક હતો. મે બહુ મહેનત કરી હતી. મને ખબર હતી કે એ ઓલિમ્પિકમાં પણ મારો મેડલનો ચાન્સ હતો. મેં રિયો માટે ટ્રાયલ આપી હતી. ત્યારે મેં જે વજન ઉઠાવ્યું હતું તે જ વજન જો હું ઓલિમ્પિકમાં ઉઠાવી શકતી તો મારો સિલ્વર મેડલ ત્યારે જ આવી ગયો હોત. પરંતુ તે દિવસે મારું ભાગ્ય સાથે ન હતું. કદાચ એ દિવસ મારો ન હતો એટલે મેડલ ન આવ્યો.