વૉશિંગ્ટન: ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ ક્યોમોએ કહ્યું કે, યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં કોઈપણ પ્રેક્ષકો વગર યોજવામાં આવશે. આ ટૂર્નામેન્ટ 31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. ક્યોમોએ મંગળવારે એક ટ્વીટમાં કહ્યું કે, યુએસ ટેનિસ એસોસિએશન (યુએસટીએ) ખેલાડીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે.
કોરોના કાળ વચ્ચે ન્યૂયોર્કમાં મોટી છૂટ, દર્શકો વગર US ઓપનને લીલીઝંડી - 2020 વેસ્ટર્ન એન્ડ સધર્ન ઓપન
ન્યૂયોર્કના ગવર્નરે કહ્યું કે, "આગામી યુએસ ઓપન ક્વિન્સ ખાતે 31 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી રમવામાં આવશે. જેમાં ખેલાડીઓ અને સ્ટાફના રક્ષણ માટે સાવચેતી પગલા લેશે."
તેમણે કહ્યું કે, "યુએસ ઓપન ક્વિન્સ ખાતે 31 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી રમવામાં આવશે. યુએસટીએ ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષા માટે સાવચેતીનાં પગલાં લેશે. "જો કે, યુએસીટીએ દ્વારા આ અંગે બાદમાં એક સત્તાવાર નિવેદન આપવામાં આવશે. આ દરમિયાન યુએસટીએ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માઇક ડૉવસેએ એક નિવેદનમાં જણાવ્યું કે, ન્યૂયોર્કના ગવર્નર ક્યોમોએ યુએસટીએ બિલી-જીન-કિંગ નેશનલ ટેનિસ સેન્ટર ખાતે 2020 યુએસ ઓપન અને 2020 વેસ્ટર્ન એન્ડ સધર્ન ઓપનનું આયોજન કરવાની મંજૂરી આપી છે. આ માટે અમે ઉત્સાહિત છીએ.
તમને જણાવી દઈએ કે, ટેનિસ ચાહકોને દુઃખી થવાની જરૂર નથી, કારણ કે ઘણી ટેનિસ ટૂર્નામેન્ટોમાં દર્શકોને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ રમાયેલી પેરુગ્વે ટેનિસ એસોસિએશન ચેરિટી મેચમાં ચાહકોને મંજૂરી આપવામાં આવી હતી, કોરોના કાળ બાદ હવે ધીરે ધીરે વિવિધ રમતોમાં થોડી છૂટછાટ આપવામાં આવી રહી છે.