નવી દિલ્હી: ભારતની ટેનિસ સ્ટાર સાનિયાએ ૨૦૨૦ની ફ્રેન્ચ ઓપનની તારીખોમાં થયેલા ફેરફાર સામે સવાલ કર્યો હતો અને રોલેન્ડ-ગેરસ કેવી રીતે શિડ્યૂલને અનુરૂપ થશે તે બાબતે પોતે અનિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.
ઇન્ડિયન વેલ્સ રદ થવાની જાણ થતાં હું અપસેટ થઇ ગઇ હતીઃ સાનિયા કોરોનાવાઇરસના ફેલાવાને લઇને સેવાઇ રહેલી ચિંતાને પગલે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયને ઘણા ખેલાડીઓ વખોડી ચૂક્યા છે, કારણ કે, આ નિર્ણય બાબતે તેમની સાથે કોઇ ચર્ચા કરવામાં આવી ન હતી.
સાનિયાએ એક સ્પોર્ટ્સ વેબસાઇટને જણાવ્યું હતું કે, "મારૂં એવું માનવું છે કે, વિશ્વમાં અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે અને સૌકોઇ વ્યસ્ત છે. ચોક્કસપણે, ખેલાડીઓને જાણ કરવી જોઇતી હતી. મને ફેડરેશનનો ઇમેઇલ મળ્યો હતો, પરંતુ તે સમયે હું સૂતી હતી. હું ઊઠી, ત્યારે મેં ઇમેઇલ જોયો, ટ્વીટ કર્યું અને કેટલાક ખેલાડીઓ સાથે વાત કરી અને સ્વાભાવિક રીતે તેઓ નારાજ થયા હતા, કારણ કે, તેમને આ વિશે પ્રથમ ટ્વિટર દ્વારા જાણ થઇ હતી."
ઇન્ડિયન વેલ્સ રદ થવાની જાણ થતાં હું અપસેટ થઇ ગઇ હતીઃ સાનિયા તેણે વધુમાં જણાવ્યું હતું કે, "ફ્રેન્ચ ઓપન નવા શિડ્યૂલમાં કેવી રીતે ગોઠવાશે, તે બાબતે મને ખાતરી નથી. આશા છે કે, સ્થિતિમાં સુધારો થાય અને અમે યુએસની ટુર્નામેન્ટ રમી શકીએ. પણ મને એ નથી સમજાતું કે અમે હાર્ડ કોર્ટ સિઝનના એક અઠવાડિયા પછી તરત જ ક્લે ટુર્નામેન્ટ કેવી રીતે રમીશું."સાનિયાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન વેલ્સ રદ થતાં તેને આંચકો લાગ્યો હતો.
મેં શનિવારે ફેડ કપ પૂરો કર્યો હતો અને પછી તરત જ મારા પિતા સાથે અમે ઇન્ડિયન વેલ્સ જવા રવાના થયા હતા. રવિવારે સાંજે અમે કેલિફોર્નિયા પહોંચ્યા, તેના એક કલાક પછી ખેલાડીઓને એ મુજબના ઇમેઇલ્સ મળ્યા હતા કે, ટુર્નામેન્ટ રદ થઇ હતી. આમ, 20 કલાકની મારી મુસાફરી એળે ગઇ હતી," તેમ સાનિયાએ જણાવ્યું હતું. જો કે, તેણે જણાવ્યું હતું કે, આ દૂરંદેશીથી લેવાયેલો એક યોગ્ય નિર્ણય હતો.
સોમવારે સૌકોઇ થોડા આઘાતમાં હતા. કોઇને સમજાતું ન હતું કે, શું કરવું. હું પણ અપસેટ હતી. આ બધું શું ચાલી રહ્યું છે, એ બાબતે પણ હું ગૂંચવણમાં હતી. ઘણી અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. શું ચાલી રહ્યું છે, તે અંગે વાસ્તવમાં કોઇ કશું જ જાણતું ન હતું. કદાચ સમય બહેતર હોઇ શકતો હતો.