ગુજરાત

gujarat

ETV Bharat / sports

સાનિયા મિર્ઝાએ જીત મેળવી કતાર ઓપન ક્વાર્ટરફાઈનલમાં બનાવી જગ્યા - Lyudmila Kichenok

ભારત-સ્લોવેનિયાની આ જોડીએ ડબ્લ્યૂટીએ 500 ટૂર્નામેન્ટના શરૂઆતમાં જ યુક્રેનની નાડિયા કિચેનોક અને લ્યૂડમિલા કિચેનોક સામે 6.4, 6-7 (5), 10-5થી જીત મેળવી લીધી છે.

સાનિયા મિર્ઝાએ જીત મેળવી કતાર ઓપન ક્વાર્ટરફાઈનલમાં બનાવી જગ્યા
સાનિયા મિર્ઝાએ જીત મેળવી કતાર ઓપન ક્વાર્ટરફાઈનલમાં બનાવી જગ્યા

By

Published : Mar 2, 2021, 12:35 PM IST

  • ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પરત ફરી મેદાને
  • સાથી આન્દ્રેજા ક્લેપૈક સાથે કતાર ટોટલ ઓપનમાં કર્યો પ્રવેશ
  • સાનિયા મિર્ઝાએ સોમવારે ડબ્લ્યૂટીએ સર્કિટમાં જીત મેળવી

દોહાઃ ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોમવારે ડબ્લ્યૂટીએ સર્કિટમાં જીત મેળવી હતી. તેમણે અહીં સ્લોવેનિયાઈ સાથી આન્દ્રેજા ક્લેપૈક સાથે કતાર ટોટલ ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત-સ્લોવેનિયાની આ જોડીએ ડબ્લ્યૂટીએ 500 ટૂર્નામેન્ટમાં શરૂઆતમાં જ યુક્રેનની નાડિયા કિચેનોક અને લ્યૂડમિલા કિચેનોક સામે 6.4, 6-7 (5), 10-5થી જીત મેળવી લીધી છે.

સાનિયાએ જાન્યુઆરી 2020માં હોબાર્ટ ઓપનનો ખિતાબ જીત્યો હતો

છેલ્લા 12 મહિનામાં સાનિયાની આ પહેલી મેચ હતી અને સંયોગથી આ દોહા ઓપનમાં હતી, જ્યાં તેમણે ફેબ્રુઆરી 2020માં છેલ્લી વખત મેચ રમી હતી, જ્યારે વિશ્વભરમાં ટેનિસ ખેલાડીઓને કોવિડ-19ના કારણે રોકી દેવામાં આવ્યા હતા. સાનિયા પોતે પણ આ વર્ષની શરૂઆતમાં કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગઈ હતી. માતૃત્વ અવકાશ બાદ સાનિયા જ્યારે ટેનિસમાં પરત ફરી તો તેમણે નાડિયાની સાથે જ જોડી બનાવી હતી અને જાન્યુઆરી 2020માં હોબાર્ટ ઓપનનો ખિતાબ જીત્યો હતો.

ABOUT THE AUTHOR

...view details