ફ્રેન્ચ ઓપનમાં નડાલનું પર્ફોરમન્સ ખુબ જોરદાર રહ્યું હતું. નડાલે અત્યાર સુધી કુલ 18 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. રોજર ફેડરરે પુરુષોમાં સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યાં છે. ત્યારે વર્લ્ડ નંબર - 4 થિયમ વિરુદ્ધ નડાલ શરુઆતથી જ જોશમાં નજર આવ્યા હતા. જો કે,પ્રથન સેટમાં થીમે પણ હાર માની નહોતી.
ફ્રેન્ચ ઓપન: થિયમને હરાવી નડાલે 12મી વખત ટાઈટલ પોતાના નામે કર્યું - Sport news
પેરિસ: રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિયમને 6-3, 5-7,6-1, 6-1 થી હરાવીને 12મી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે.
થિયમે ફ્રેન્ચ ઓપનમાં દમદાર ગ્રાઉન્ડ સ્ટ્રોક્સ માર્યા હતા. પ્રથમ સેટમાં સ્કોર 3 -3ની બરાબરીએ હતો પણ નડાલે તેની રમત વધુ સારી કરી અને ફોરહૈંડ અને બૈકહૈંડનો શાનદાર ઉપયોગ કરીને સારો એવો સ્કોર બનાવી લીધો હતો. બીજી સેટમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે સારી એવી ટક્કર જોવા મળી હતી. 5- 5ની બરાબરી પર થિયમે ગ્રાઉન્ડસ્ટ્રોક રમીને મેચને રસપ્રદ બનાવી હતી.
નડાલે 4 -0 સ્કોર બનાવીને 6-1ના મોટા અંતર વચ્ચે સેટ જીતી લીધો હતો. ત્યારે નડાલે થિયમની પ્રથમ ગ્રાન્ડ સ્લેમની જીત મેળવવાની આશા પર પાણી ફેરી દીધું હતું. આ મેચ કુલ 3 કલાક અને 1 મિનિટ ચાલી હતી. આગળના વર્ષે પણ થિયમ અને નડાલ વચ્ચે જ ફાઇનલ મુકાબલો થયો હતો જેમાં પણ નડાલે જ બાજી મારી હતી. થિયમને હજુ પણ પોતાના કરિયરમાં પ્રથન ગ્રાન્ડ સ્લેમની તલાશ છે.