ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / sports

ડેવિસ કપ માટે ભારતીય ટીમનો ભાગ રહેશે લિએંડર પેસ - Latest news of Sports

નવી દિલ્હી: લિએંડર પેસએ પાકિસ્તાન વિરૂદ્ધ નવેમ્બરના અંતમાં રમાનાર ડેવિસ કપ મુકાબલા માટે પોતાને ઉપલબ્ધ બતાવ્યા છે. જેમાં બીજા ખેલાડી કપ્તાન મહેશ ભૂપતિ અને અન્ય મોટા ખેલાડીઓની ગેરહાજરીમાં આ દિગ્ગજ ખેલાડીની પસંદગી લગભગ નક્કી છે.

leander-paes-to-be-part-of-indian-team-for-davis-cup
author img

By

Published : Oct 26, 2019, 12:12 PM IST

ભૂપતિ અને બીજા ખેલાડીઓ સુરક્ષા સંબંધી ચિંતાઓના કારણે પાકિસ્તાન જવા માટે ના પાડી છે. જેથી પેસ એપ્રિલ 2018 બાદ પહેલી વાર ભારતીય ડેવિસ કપ ટીમ સાથે જોડાઈ શકેશે. અખિલ ભારતીય ટેનિસ સંઘ(AITA)એ હાલમાં જ ખેલાડિયોના વીઝા પ્રોસેસ શરી કરી છે. AITA જોકે હજૂ પણ આ મુકાબલાને તટસ્થ સ્થળ પર કરવાની માગ કરી રહ્યા છે.

રાષ્ટ્રીય મહાસંઘ 29 અને 30 નવેમ્બરના પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં રમાનાર મુકાબલાને તટસ્થ સ્થળ પર કરાવા માટે આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘના જવાબની રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ તેઓએ ખેલાડીઓ અને સહયોગી સભ્યો માટે વીઝા મેળવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

in article image
ડેવિસ કપ માટે ભારતીય ટીમનો ભાગ રહેશે લિએંડર પેસ

AITAના મહાસચિવ હિરણમય ચટર્જીએ જણાવ્યું કે, પેસને ઈસ્લામાબાદમાં રમાનાર મુકાબલા માટે પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. ચેટર્જીએ કહ્યું ITF ઈચ્છે છે કે, અમે વીઝા પ્રક્રિયા શરૂ કરી એટલા માટે અમે લિએંડર સહિત અમુક નામ મોકલ્યા છે. આ મુકાબલો ધસિયાલે કોર્ટ પર થઈ રહ્યો છે અને લિએંડરએ તેના પર મહારથ મેળવી છે. અમે જલ્દી જ ફાઈનલ ટીમની પસંદગી કરશું, હાલ કંઈ નક્કી નથી.

ABOUT THE AUTHOR

...view details