ગુજરાત

gujarat

ETV Bharat / sports

પાકિસ્તાનના કારણે ભારતે ગુમાવી જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ ટુર્નામેન્ટની મેજબાની - Pakistan

ન્યૂઝડેસ્ક: બાલાકોટમાં ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાને પોતાના ઍર સ્પેસ બંધ કરી રાખ્યા છે. જેના કારણે ભારતને જૂનિયર ડેવિસ કપ તથા ફેડ કપ ટેનિસ ટૂર્નામેન્ટની મેજબાની ગુમાવવાનો વારો આવ્યો છે.

ફેડ કપ, જૂનિયર ડેવિસ કપ

By

Published : Mar 21, 2019, 12:19 PM IST

રાષ્ટ્રીય મહાસંઘ દ્વારા મળતી માહિતી મુજબ બાલાકોટ હવાઇ હુમલા બાદ, પાકિસ્તાનના હવાઇ ક્ષેત્ર બંધ થવાના કારણે ભારતેજૂનિયર ડેવિસ કપ અને ફેડ કપની મેજબાનીનો અધિકાર ખોઇ બેઠું છે. તો આ બન્ને સ્પર્ધા હવે બેન્કોક, થાઇલેન્ડમાં યોજાશે

જૂનિયર ડેવિસ કપ 8-13 એપ્રિલથી દિલ્હીના DLTA કૉમ્પલેક્ષમાં યોજાવાનો હતો. જ્યારે ફેડ કપ મેચ 15-20 એપ્રિલથી આયોજન થવાનું હતું, ટેનિસનો વર્લ્ડ કપ જેને અંડર 16 ડેવિસ કપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પાકિસ્તાન સહિતની 16 ટીમો ભાગ લેવા ભારતમાં આવવાની હતી, પરંતુહવે તેને રદ્દ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details