ગુજરાત

gujarat

By

Published : Dec 1, 2019, 12:00 PM IST

ETV Bharat / sports

ડેવિસ કપઃ ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું, આગામી મુકાબલો ક્રોએશિયા સામે

નૂર સુલ્તાનઃ અનુભવી ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે તેમનો ડેવિસ કપના રેકોર્ડને સુધારીને જીવન નેદુનચેઝિયાનની જોડીએ ડબલ્સનો મુકાબલો જીત્યો છે. આ પેસની ડબલ્સમાં 44મી જીત છે.સાથે ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવી 2020 ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું છે.

etv bharat
etv bharat

ભારત અને પાકિસ્તાન વચ્ચે કઝાકસ્તાનના નૂર સુલતાનમાં ડેવિસ કપ રમાઈ રહ્યો છે. ભારતે બીજા દિવસે ડબલ્સ મેચમાં પાકિસ્તાનને 4-0ની પછાડ્યું છે. ડબલ્સ મેચમાં ભારતના લેજેન્ડરી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ અને જીવન નેદુનચેઝિયાનની જોડીએ જીત મેળવતા ભારતનો ડેવિસ કપમાં વિજય થયો છે. ગત વર્ષે જ ડેવિસ કપમાં 43 ડબલ્સ મેચ જીતીને લિએન્ડર પેસ સૌથી સફળ ડબલ્સ પ્લેયર બન્યો હતો. પેસે ડેવિસ કપમાં 44મી ડબલ્સ મેચ જીતીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાથે જ ભારતે 2020માં રમાનાર ક્વોલિફાયરમાં સ્થાન બનાવી લીધું છે અને ક્રોએશિયા સામે ટકરાશે.

પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનના મોહમ્મદ શોએબ અને હુફૈજાા અબ્દુલ રહમાનની જોડી પેસ અને જીવનની આગળ ટકી શકી નહી. તેમણે માત્ર 53 મિનીટમાં 6-1, 6-3થી જીત મળેવી છે. ગત્ત વર્ષ 43માં ડબલ્સ મેચ જીતીને લિએન્ડર પેસ સૌથી સફળ ખેલાડી બન્યો હતો. પેસે ડેવિસ કપમાં 44મી ડબલ્સ મેચ જીતીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાથે જ ભારતે 2020માં રમાનાર ક્વોલિફાયરમાં સ્થાન બનાવી લીધું છે અને ક્રોએશિયા સામે ટકરાશે.

પેસે 56માં મુકાબલામાં 43મી જીત મેળવી છે. જ્યારે નિકોલાએ 66માંથી 22 મેચ જીતી છે. પેસે કહ્યું કે, જીવનના પ્રથમ ડેવિસ કપ મેચમાં રમવું શાનદાર હતું. ક્વોલિફાયરમાં ભારતનો સામનો ક્રોએશિયા સામે થશે. આ મુકાબલો 6-7 માર્ચ રમાશે. ડેવિસ કપ ફાઈનલમાં 12 ક્વોલિફાયર સ્થાન માટે 24 ટીમ આમને-સામને ટક્કરાશે. હારનારી ટીમ સપ્ટેમ્બર 2020માં વર્લ્ડ કપ ગ્રુપ Aમાં રમશે. વિજેતા ટીમ ફાઈનલમાં રમશે જેના માટે કનાડા, બ્રિટેન, રુસ, સ્પેન, ફ્રાંસ અને સાર્બિયા ટીમ પહેલા જ ક્વોલિફાય કરી ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details