- ભારતીય ક્રિકેટ ટીમનો નવા યુુગનો પ્રારંભ
- રોહિત-રાહુલ સાથે રમવા ઉત્સાહિત છુંઃ કેએલ રાહુલ
- રાહુલે કહ્યું કે હાર્દિક પંડ્યા ખુબ ચતુર છે
ન્યૂઝ ડેસ્ક: ભારતીય T20 વાઇસ-કેપ્ટન કે.એલ રાહુલ(KL Rahul) ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં રોહિત શર્મા(Rohit Sharma) તેમજ રાહુલ દ્રવિડ સાથે રમવા માટે ઉત્સાહિત છે અને કહે છે કે મુખ્ય કોચ દ્રવિડ સારી 'ટીમ કલ્ચર' પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતા છે જ્યારે રોહિત કુશલ સ્ટ્રેટેજીસ્ટ છે.
ભારતીય ક્રિકેટમાં એક નવા યુગનો પણ પ્રારંભ થયો છે. ત્યારે T20 વર્લ્ડ કપ(T20 World Cup) બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો(Coach Ravi Shastri) કાર્યકાળ સમાપ્ત થઈ ગયો જ્યારે વિરાટ કોહલીએ(Virat Kohli) T20 ટીમની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો. આગામી વર્લ્ડ કપ માત્ર 12 મહિના દૂર છે ત્યારે રાહુલે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ ટૂંક સમયમાં નક્કી કરશે કે આ ફોર્મેટમાં શ્રેષ્ઠ શું હોઈ શકે.
રાહુલ દ્રવિડે હંમેશા ટીમનો પ્રથમ વિચાર કર્યોઃ કેએલ રાહુલ
રાહુલ(KL Rahul) કહ્યું કે "હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું રાહુલ દ્રવિડને લાંબા સમયથી ઓળખું છું. મારી કારકિર્દીની શરૂઆતથી જ મેં તેની સલાહને અનુસરી છે અને રમતને સારી રીતે સમજી છે તેમજ બેટિંગની કળામાં મારી જાતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. કોચ તરીકે રાહુલ દ્રવિડ તમામ યુવા ખેલાડીઓ સાથે રહ્યા છે. મુખ્ય કોચ તરીકે તેનું આવવું તેની પાસેથી ઘણું શીખવાની તક છે. મેં ઈન્ડિયા A માટે કેટલીક મેચ રમી છે અને અહીં પ્રેક્ટિસ માટે આવતા પહેલા તેમની સાથે ટૂંકી વાતચીત કરી હતી. તે સારી ટીમ કલ્ચરનો હિમાયતી રહ્યાં છે અને એવું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે ક્રિકેટર અને એક ખેલાડી તરીકે મનુષ્ય આપણે વધુ સારા બની શકીએ છીએ.
આ ઉપરાંત રાહુલે કહ્યું કે, "તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, તેણે હંમેશા ટીમનો પ્રથમ વિચાર કર્યો અને તે જ કલ્ચર છે જે તે તેની સાથે લાવશે જેમાં દરેક વ્યક્તિ વ્યક્તિગત ધ્યેય કરતાં ટીમના હિતોને પ્રાધાન્ય આપશે. કર્ણાટકમાં તેણે અમને બધાને ખૂબ મદદ કરી છે.