યોગેશ્વર દત્તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બિરલાની મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે, યોગેશ્વર દત્ત DSP પદ પરથી રાજીનામું આપી ભાજપમાં સામલે થશે તેવી અટકળો વહેતી થઇ હતી જેનો આખરે અંત આવ્યો હતો અને આખરે યોગશ્વર દત ભાજપામાં સામેલ થયો હતો. યોગેશ્વર દત્તે 2012માં લંડન ઓલ્મપિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમજ યોગેશ્વર દત્તને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.
આખરે હરિયાણાના આ 'પહેલવાન' પણ ભાજપમાં થયા સામેલ... - યોગેશ્વર દત્ત DSPના પદ પરથી રાજીનામું
દિલ્લી: રેસલિંગમાં દેશનું નામ રોશન કરનાર પહેલવાન યોગેશ્વર દત્ત DSPના પદ પરથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કરવાની અટકળો વહેતી થઇ હતી જેનો આખરે અંત આવ્યો હતો અને આખરે તે ભાજપામાં જોડાયા હતાં. યોગેશ્વર દત્ત આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પણ ભાજપમાંથી લડી શકે છે.
etv bharat
યોગેશ્વર દત્તે 2014માં કોમનવેલ્થ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરિયાણા ભાજપની ચૂંટણી સમિતિની મૈરાથન બેઠક થઈ હતી. જેમાં ઉમેદવારના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 90 વિધાનસભા વિસ્તારના પાર્ટીના દાવેદારો વિશે પણ ચર્ચા થઈ હતી.
Last Updated : Sep 26, 2019, 6:44 PM IST